Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૫
૩૭૧
સાંપ્રદાયિકતાના વમળમાં અટવાઈ જઈ તત્ત્વથી વિમુખ રહે છે. આચાર્યશ્રી ચિરંતનજીએ ‘યોગસાર’માં કહ્યું છે કે ‘દૃષ્ટિરાગથી મોહિત થયેલા લોકો એમ કહેતા ફરે છે કે અમારું જ દર્શન શ્રેષ્ઠ છે, અન્ય દર્શનો તો પાખંડ છે; અમારા શાસ્ત્રગ્રંથો જ તત્ત્વજ્ઞાનયુક્ત છે, બીજાના નિઃસાર છે; અમે જ તત્ત્વજ્ઞ છીએ, બીજા બધા ભાત છે. આવા મત્સરી માનવીઓને અને તત્ત્વને હજારો ગાઉનું છેટું છે.'
આવા આગ્રહી જીવને નિર્ભેળ સત્ય સાંપડવું અશક્ય છે. જ્યાં આગ્રહ છે ત્યાં સત્ય નથી. આગના કારણે જીવ સત્યથી વેગળો થતો જાય છે. જ્યાં આગ્રહ બંધાઈ જાય છે ત્યાં એકાંતવાદનો પ્રવેશ થાય છે. એકાંતવાદ હોય ત્યાં આંખ ઊઘડતી જ નથી, તેના જ્ઞાનચક્ષુ આડે આવરણ આવી જાય છે અને સત્યશોધનનું કામ ચુકાઈ જાય છે. પોતાની માન્યતાઓની જીદના કારણે જીવની બુદ્ધિ સંકુચિત થઈ જાય છે અને સત્યના સંશોધનના ક્ષેત્રમાં તેની પ્રગતિ થતી નથી. આગ્રહ હોય ત્યાં સત્યનું સંશોધન સંભવી શકતું નથી અને જ્યાં સત્યશોધક દશા જ ન હોય ત્યાં મોક્ષમાર્ગનું મૂળ એવું સમ્યગ્દર્શન કેવી રીતે સંભવે? શ્રીમદ્ કહે છે –
‘ટુંઢિયાપણું કે તપાપણું કર્યા કરો તેથી સમકિત થવાનું નથી; ખરેખરું સાચું સ્વરૂપ સમજાય, માંહીથી દશા ફરે તો સમકિત થાય.”
મત-દર્શનની માન્યતાના આગ્રહથી જીવ જાયે-અજાણ્યે સત્નો દ્રોહ કરે છે. “મારું તે જ સાચું' એવા દષ્ટિરાગના કારણે જીવ સત્યનું દર્શન પામી શકતો નથી. સત્યની સમજણ તો જીવનમાં શાંતિ, આનંદ, પ્રેમ, કરુણા, સહિષ્ણુતા લાવે; તેને પરમાત્માની સમીપ લઈ જાય; પરંતુ મિથ્યા આગ્રહોના કારણે જીવ પરમાત્મા સાથે તો શું પાડોશી સાથે પણ સંબંધ જોડવામાં સમર્થ નથી થતો. મિથ્યા આગ્રહ તો પાડોશીને પાડોશીથી વિખૂટા કરે છે અને જે જીવને તેના પાડોશીથી અલગ કરે, તે પરમાત્મા સાથે તેનું મિલન કરાવી શકે એ સંપૂર્ણપણે અસંભવિત છે. આગ્રહની વૃત્તિ વિરામ પામે તો જીવનો અભિગમ સવળો થાય અને તે સત્યનું દર્શન કરી શકે. તેનામાં મધ્યસ્થતા પ્રગટતાં સર્વ મત-દર્શન પ્રત્યેનું તેનું વલણ બદલાઈ જાય છે. આરહવંત જીવ આંશિક સત્યને પૂર્ણ સત્ય માની અભિનિવેશરૂપ ખેંચતાણ કરે છે, જ્યારે મધ્યસ્થ જીવ અન્ય ૧- જુઓ : આચાર્યશ્રી ચિરંતનજીકૃત, ‘યોગસાર', પ્રસ્તાવ ૨, શ્લોક ૯,૧૦
'मदीयं दर्शनं मुख्यं पाखण्डान्यपराणि तु । मदीय आगमः सारः परकीयास्त्वसारकाः ।। तात्त्विका वयमेवान्ये भ्रान्ताः सर्वेऽप्यतात्त्विकाः ।
इति मत्सरिणो दूरोत्सारितास्तत्त्ववसारतः ।।' ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૩૪ (ઉપદેશછાયા-૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org