Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૬૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન | કર્મબંધના કારણરૂપ એવાં રાગ, દ્વેષ અને અજ્ઞાનની જેનાથી નિવૃત્તિ થાય ભાવાર્થ,
-1 તથા સતુ, ચૈતન્યમય, સર્વાભાસરહિત એવા આત્માની પ્રાપ્તિ જે રીતે થાય તે જ યથાર્થ મોક્ષમાર્ગ છે. દર્શનમોહ અને ચારિત્રમોહનો સત્યાત્મબોધ તથા વીતરાગતા વડે ધ્વંસ કરનારો જે સકળ કર્મક્ષયરૂપ માર્ગ છે તે જ મોક્ષમાર્ગ છે. આ ઉપર કહ્યો, અર્થાત્ ગાથા ૯૮ થી ૧૦૪માં કહ્યો તે પરમાર્થ મોક્ષમાર્ગને જે જીવ અનુસરે છે, તે અવશ્ય મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ પરમાર્થ મોક્ષમાર્ગને પ્રેરે તે વ્યવહાર, સાધનાપદ્ધતિ, ઉપાય સેવવા યોગ્ય છે. ભિન્ન ભિન્ન મત-દર્શનો ભિન્ન ભિન્ન ઉપાયો બતાવે છે, તેથી વ્યવહાર મોક્ષમાર્ગ ભિન્ન ભિન્ન પ્રકારના છે. અજ્ઞાની જીવ પરમાર્થમાર્ગને ભૂલી, પોતાનાં મત-દર્શને બતાવેલ ક્રિયાકાંડ, સાધનાપદ્ધતિનો આગ્રહ કરે છે. પોતાનાં મતદર્શન દ્વારા બતાવેલ ઉપાયથી જ મોક્ષ થાય એમ સિદ્ધ કરવા મરી મથે છે. પોતાનો મત હોવાથી તેને વળગી રહેવું અથવા પોતાનું દર્શન હોવાથી તેને યુક્તિ-પ્રયુક્તિથી, દાખલા અને દલીલોથી, ગમે તેમ કરીને પણ સિદ્ધ કરવું એવા આગ્રહમાં જ તે રાચે છે. આગ્રહને જ ઉપાદેય અને ઉપયોગી માની લીધો હોવાથી તેનું સંસારપરિભ્રમણ ઘટવાને બદલે વધે છે. આ ગ્રહ છૂટ્યા વિના ધર્મનો પ્રારંભ થતો નથી, તેથી જીવે પોતાનાં મત-દર્શનનો આગ્રહ છોડવો જોઈએ.
મત-દર્શન પ્રત્યેના આગ્રહ તથા વિકલ્પ મૂકીને જે જીવ પરમાર્થ મોક્ષમાર્ગને આરાધે છે, તે જીવ અલ્પ ભવમાં મોક્ષ પામે છે. આ ગ્રહ તથા વિકલ્પ તજીને શુદ્ધાત્મસ્વરૂપને સાધતાં સમ્યગ્દર્શન પ્રગટે છે. જો કે સમ્યગ્દર્શન થાય ત્યારે તરત જ પૂર્ણ વીતરાગતા પ્રગટતી નથી અને પૂર્ણ વીતરાગતા પ્રગટી ન હોય ત્યાં સુધી મોક્ષ થતો નથી. સમ્યગ્દર્શન થતાં રાગ-દ્વેષ અંશે તૂટી જાય છે અને ક્રમિક વિકાસ દ્વારા રાગ-દ્વેષનો પૂર્ણ નાશ થાય છે ત્યારે ચારિત્રની પૂર્ણતા થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી જીવ જો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો તે જ ભવે રાગ-દ્વેષાદિ વિકારોનો પૂર્ણ નાશ થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે અને મંદ પુરુષાર્થ કરે તો અલ્પ ભવોમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ, આ ગાથામાં શ્રીગુરુએ અમુક મત કે દર્શનને માનવાથી જ મોક્ષ મળે એવા આગ્રહ અને વિકલ્પ છોડી પરમાર્થ મોક્ષમાર્ગ સાધવાની ભલામણ કરી છે.
મોક્ષ એટલે આત્માનું અત્યંત શુદ્ધપણું. રાગ-દ્વેષ-અજ્ઞાનથી છૂટી જવું વિશેષાર્થ
1 અથવા સર્વ કર્મથી મુક્ત થવું તે મોક્ષ છે. સર્વથા સ્વભાવપરિણામરૂપ મોક્ષને જે પ્રાપ્ત કરાવે તે મોક્ષમાર્ગ છે - ધર્મ છે. સ્વભાવ પ્રાપ્ત કરાવનાર નિરુપમ ધર્મ બાહ્ય સંશોધનથી મળતો નથી, પરંતુ અપૂર્વ અંતરસંશોધનથી જ તે પ્રાપ્ત થઈ શકે છે. કોઈ મહાભાગ્યશાળી જીવ જ સદ્દગુરુના અનુગ્રહ તથારૂપ અંતરસંશોધનના માર્ગે પ્રયાણ કરી શકે છે. તેથી મોક્ષાર્થીનું કર્તવ્ય છે કે સગુરુના બોધના આશ્રયે ધર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org