Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૧
૨૯૯ સમસ્ત પસંયોગોનો નિષેધ કરી, જ્ઞાન-ઉપયોગ જે બહાર ભટકે છે તેને ત્યાંથી હટાવી, એટલે કે પોતાની આત્મશક્તિને શરીર, ઇન્દ્રિય, વિચાર-વિકલ્પોથી હટાવી, તેને જ્ઞાનના અખંડ પિંડની સન્મુખ કરે છે, તેમાં અભેદતા સ્થાપે છે અને પોતાની સત્તાનો અનુભવ કરે છે. તે સ્વરૂપગૃહમાં પ્રવેશ કરે છે અને અપાર આનંદ અનુભવે છે. આમ, આત્મસ્વરૂપની સમજણ કરી, તેમાં ઉપયોગ જોડી શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી એ જ મુક્તિનો માર્ગ છે.
શ્રીમદ્ આ પ્રકારે ગાથાની પ્રથમ પંક્તિમાં આત્મસ્વરૂપનો નિશ્ચય કરાવી, ગાથાની બીજી પંક્તિમાં કહે છે કે જે રીતથી આવા સત્, ચૈતન્યમય અને સર્વ આભાસથી રહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિ થાય તે રીત એ જ મોક્ષનો માર્ગ છે. ડૉ. ભગવાનદાસ મહેતા આ પંક્તિનું વિવેચન કરતાં લખે છે કે –
અત્રે આ સૂત્રમાં જેથી કેવળ પામીએ' એમ ત્રીજી વિભક્તિનો શબ્દપ્રયોગ કર્યો, તેનો ગર્ભાર્થ એમ થયો કે જે સાધન થકી તથારૂપ શુદ્ધ આત્મા પ્રાપ્ત થાય, તે સાધન પણ મોક્ષમાર્ગની રીતિ છે, વિધાન છે."
“જેથી' અર્થાત્ જે વડે શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય અને તેમાં જ સ્થિરતા થાય તે જ મોક્ષનો ઉપાય છે - મોક્ષમાર્ગની આરાધના છે. ગમે તે સાધન - જપ, તપ, શાસ્ત્રવાંચન, પૂજા, સામાયિક, ભક્તિ કરીને પણ જીવે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરવી આવશ્યક છે. શુદ્ધ સ્વરૂપની રુચિ, શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન અને શુદ્ધ સ્વરૂપનું વલણ - તેમાં જ ટકી રહેવું તે જ મોક્ષનો યથાર્થ માર્ગ છે. જ્ઞાનાનંદસ્વભાવી આત્મા તરફનો પુરુષાર્થ કર્યા વિના કદી પણ કોઈ પણ જીવના ભવનો અંત આવતો નથી. સ્વસમ્મુખતાનો આ અભ્યાસ નિત્ય, નિયમિત, રોજ થવો આવશ્યક છે. જો સ્વસમ્મુખતાનો આ અભ્યાસ સીધો થઈ શકતો ન હોય તો કોઈ બાહ્ય અવલંબન (સત્સાધન) સાથે એને જોડી દેવો જોઈએ, અર્થાત્ સ્વાધ્યાય, ભક્તિ, ગમે તે કરીને પણ સ્વસમ્મુખ થવાનો પ્રયત્ન સદૈવ કરતા રહેવું જોઈએ. જેટલો સ્વરૂપનો અભ્યાસ થાય તેટલો જ યથાર્થ પુરુષાર્થ થયો કહેવાય. જડ અને ચેતન તથા જડભાવ અને ચેતનભાવ વચ્ચે ભેદજ્ઞાન કરીને હું શુદ્ધ, પરમાત્મસ્વરૂપ, ચૈતન્યઘન આત્મા છું, આનંદસ્વભાવથી પૂર્ણ ભરેલો છું' એવી આત્મભાવનાનું નિરંતર રટણ કરી, સ્વરૂપમાં તન્મય થતાં સ્વરૂપ પ્રગટ થાય છે. આત્મામાં હાલ અપ્રગટ એવા અનંત જ્ઞાન, અનંત આનંદ વગેરે ગુણોની શ્રદ્ધા કરી, તેમાં એકાગ્ર થવાથી તે પ્રગટે છે. સ્વરૂપને પ્રગટ કરવાની આ પદ્ધતિ છે. મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં અવલંબનરૂપ સતુદેવ-સતગુરુ-સતુધર્મની શ્રદ્ધા કરીને, પોતાના સ્વરૂપનો નિર્ણય તથા નિશ્ચય કરી, તેનું જ સતત અનુસંધાન ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૩૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org