Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૨
૩૧૧
કર્મ આઠ પ્રકારનાં છે. એ એની મૂળ પ્રકૃતિ છે. આ આઠ મૂળ પ્રકૃતિની ઉત્તર પ્રકૃતિઓની કુલ સંખ્યા ૧૫૮ છે. તેનું વિવરણ આ પ્રમાણે છે –
જ્ઞાનાવરણીય કર્મની પાંચ ઉત્તર પ્રવૃતિઓ છે - (૧) મતિજ્ઞાનાવરણીય, (૨) શ્રુતજ્ઞાનાવરણીય, (૩) અવધિજ્ઞાનાવરણીય, (૪) મન:પર્યવજ્ઞાનાવરણીય અને (૫) કેવળજ્ઞાનાવરણીય
દર્શનાવરણીય કર્મની નવ ઉત્તર પ્રવૃતિઓ છે - (૧) ચક્ષુદર્શનાવરણીય, (૨) અચક્ષુદર્શનાવરણીય, (૩) અવધિદર્શનાવરણીય, (૪) કેવળદર્શનાવરણીય, (૫) નિદ્રા, (૬) નિદ્રાનિદ્રા, (૭) પ્રચલા, (૮) પ્રચલાપ્રચલા અને (૯) થિણદ્ધિ અથવા સ્યાનદ્ધિ
વેદનીય કર્મની બે ઉત્તર પ્રવૃતિઓ છે – (૧) શાતાવેદનીય અને (૨) અશાતાવેદનીય
મોહનીય કર્મની અઠ્યાવીસ ઉત્તર પ્રવૃતિઓ છે - (૧) મિથ્યાત્વ મોહનીય, (૨) મિશ્ર મોહનીય, (૩) સમ્યકત્વ મોહનીય એ ત્રણ દર્શનમોહનીય; (૪-૭) અનંતાનુબંધીય ક્રોધ-માન-માયા-લોભ, (૮-૧૧) અપ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ, (૧૨-૧૫) પ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ, (૧૬-૧૯) સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભ એ સોળ કષાય; (૨૦-૨૨) સ્ત્રી-પુરુષ-નપુંસક એ ત્રણ વેદ અને (૨૩-૨૮) હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા એ હાસ્યાદિ ષક એ નવ નોકષાય. આમ, કુલ મળીને મોહનીય કર્મની અઠ્યાવીસ ઉત્તર પ્રવૃતિઓ છે.
આયુષ્ય કર્મની ચાર ઉત્તર પ્રવૃતિઓ છે - (૧) દેવ, (૨) મનુષ્ય, (૩) તિર્યંચ અને (૪) નરક
નામ કર્મની ઉત્તર પ્રવૃતિઓ ૧૦૩ છે. તે આ પ્રમાણે છે – ગતિ (૪) નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ જાતિ (૫) એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય શરીર (૫) ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્પણ અંગોપાંગ (૩) દારિક, વૈક્રિય, આહારક એ ત્રણનાં અંગોપાંગ બંધન (૧૫) ઔદારિક ઔદારિક, વૈક્રિય વૈક્રિય, આહારક આહારક,
ઔદારિક તેજસ, વૈક્રિય તૈજસ, આહારક તૈજસ, ઔદારિક કાર્મણ, વૈક્રિય કાર્મણ, આહારક કાર્મણ, દારિક તૈજસ કાર્મણ, વૈક્રિય તૈજસ કાર્મણ, આહારક તૈજસ કાર્મણ, તૈજસ તૈજસ, કાર્પણ કાર્મણ, તૈજસ કાર્પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org