Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
३४४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વીતરાગતારૂપ પ્રકાશ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકારને નાશ કરવાના અચૂક ઉપાય છે. વળી, આ ઉપાય એવો સચોટ છે કે એક વાર મોહનીય કર્મના સર્વથા ક્ષયરૂપ પૂર્ણ વીતરાગતા પ્રગટે છે, પછી ફરી ક્યારે પણ વિકલતા થતી નથી. કર્મનાશનો આ ઉપાય આચરવા માટે અનંત કાળની જરૂર પડતી નથી. જો આત્મા બે ઘડી પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર રહે તો સર્વ ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાનાદિ ઉત્પન્ન કરી શકે છે. તેથી એમ સિદ્ધ થાય છે કે અનંત કાળનાં કર્મો ક્ષય કરવા માટે અનંત કાળની આવશ્યકતા નથી. આમ, ગાથા ૯૨ના ઉત્તરાર્ધમાં શિષ્ય કરેલી શંકા ક કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય?'નું સમાધાન પણ શ્રીગુરુએ અહીં કર્યું. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘કર્મ મોહનીય ભેદ બે, ભાખ્યા જિનવર દેવ; સત્ય કરે જો માન્યતા, તો તસ કરીએ સેવ. ગુણમાં મૂંઝવે મોહ તે, દર્શન ચારિત્ર નામ; શ્રદ્ધા બગડેથી બધી, બગડે ક્રિયા તમામ. તેને પણ અનુક્રમ થકી, આત્મવીર્ય ઉલ્લાસાય; હણે બોધ વીતરાગતા, અમોઘ છે જ ઉપાય. આત્મબોધથી પરતણો, સહજે રાગ તમામ; નાશ થતાં નિજ ગુણ ઠરે, અચૂક ઉપાય આમ.’૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૦ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૪૦૯-૪૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org