Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩પ૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભાવ હોવા છતાં તે જડને પ્રસિદ્ધ કરતાં હોવાથી તેને જડભાવ પણ કહેવાય છે.
વસ્તુ જેને પ્રસિદ્ધ કરે, તે વસ્તુ તેની સંજ્ઞા પામે. જેમ સંતાન માતામાંથી જન્મે છે, પરંતુ તેને ગોત્ર મળે છે પિતાનું; તેમ વિકારી ભાવ આત્મામાંથી જન્મે છે, પરંતુ પરના અવલંબને થતો હોવાથી અને પરને પ્રસિદ્ધ કરતો હોવાથી અપેક્ષાએ તે જડભાવ છે. દા.ત. ક્રોધનો ભાવ ચેતનમાં જન્મે છે, પરંતુ તે જ્ઞાયકભાવને પ્રસિદ્ધ નથી કરતો; ક્રોધ ચારિત્રમોહનીય જડ કર્મને પ્રસિદ્ધ કરે છે, તેથી અપેક્ષાએ તે જડભાવ છે. વિકારી ભાવનો ઝુકાવ જડ પ્રત્યે હોવાથી પણ તે જડભાવ કહેવાય છે. પુત્રના લગ્ન પછી માતા ફરિયાદ કરે છે કે દીકરો પત્નીનો થઈ ગયો છે. માતાએ જન્મ આપ્યો, લાલનપાલનથી મોટો કર્યો, છતાં પત્ની પ્રત્યે ઝુકાવ હોવાના કારણે તેને પત્નીનો કહ્યો. તે પ્રમાણે વિકારી ભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે, છતાં તેનો ઝુકાવ જ્ઞાયકભાવથી વિમુખ અને પરસમ્મુખ હોવાના કારણે પણ તે જડભાવ કહેવાય છે. આ પ્રમાણે વિકાર કોઈ જડની અવસ્થા નહીં, પણ ચેતનની જ એક અવસ્થા છે; પરંતુ તે જડને પ્રસિદ્ધ કરતો હોવાથી તથા તેનો ઝુકાવ જડ પ્રત્યે હોવાથી તેને જડભાવ કહેવાય છે.
ક્રોધાદિ ભાવ તે જડભાવો છે અને જડભાવોથી પોતાની ઓળખાણ થાય તે અત્યંત અપમાનજનક છે. જીવ પોતાને નિર્મળ સચ્ચિદાનંદ જ્ઞાનપિંડ માનતો નથી અને ‘ક્રોધી છું', ‘હું કામી છું, પાપી છું' એમ વિકારી ભાવથી પોતાની ઓળખાણ આપે છે. આ યોગ્ય નથી. લૌકિક વ્યવહારમાં એમ કહેવાય છે કે સસરાના નામે જમાઈ ઓળખાય તે શરમભરેલું છે, અપમાનજનક છે; તેમ જડભાવથી ચેતનની ઓળખાણ અપાય તે ખરેખર શરમજનક છે, કલંકભરેલું છે. જીવે પૂર્ણ છું', ‘શુદ્ધ છું', ‘હું પરમાત્મા જ છું' એવી પોતાના સ્વભાવની ઓળખાણ કરવી જોઈએ અને વિકારી ભાવોને ટાળવા જોઈએ. વર્તમાનમાં વિકારી ભાવોએ તેના સ્વરૂપને આવરિત કર્યું છે, પરંતુ વિકાર એ જીવનો સ્વભાવ ન હોવાથી તેને ટાળી શકાય છે. જ્યાં સુધી અગ્નિ ધુમાડાવાળો હોય છે ત્યાં સુધી અગ્નિની ઉજ્વળતામાં ઊણપ જણાય છે, પણ અગ્નિનો સ્વભાવ કંઈ ધુમાડાવાળો નથી, લીલાં લાકડાંના નિમિત્તે વર્તમાન અવસ્થામાં ધુમાડો દેખાય છે, પણ તે અગ્નિનું સ્વરૂપ નથી. અગ્નિ ઉગ થતાં ધુમાડો ટળી જાય છે. તેમ વિકારી ભાવના કારણે આત્માનું શુદ્ધ ઉજ્વળ સ્વરૂપ પ્રસિદ્ધ થતું નથી, પણ ચૈતન્યસ્વભાવ તો રાગ-દ્વેષરૂપી ધુમાડાથી રહિત છે. વર્તમાન અવસ્થામાં પરના નિમિત્તે શુભ કે અશુભ વૃત્તિનો ધુમાડો ઊઠે છે, પણ તે આત્માનું સ્વરૂપ નથી. શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થતાં, શુભાશુભ ભાવરૂપ ધુમાડો ટળી જાય છે. શુભાશુભ વૃત્તિ ઊઠે ત્યારે સ્વભાવના બળથી વિભાવનો નિષેધ કરતાં જીવ વિભાવથી હટે છે. વીતરાગી ચૈતન્યસ્વભાવનું ઉગ્ર અવલંબન લેતાં વિકાર નાશ પામે છે. અવિકારી નિત્ય સ્વભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org