Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
३४८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શકાય છે. સરળતા રાખવાથી માયા રોકી શકાય છે અને સંતોષથી લોભ રોકી શકાય છે. એવી રીતે રતિ, અરતિ આદિના પ્રતિપક્ષી ભાવોથી તે તે દોષો રોકી શકાય છે.
આમ, જીવ સ્વભાવની નિકટ જઈ વિભાવમાંથી પાછો ખસે, સ્વરૂપપરિણતિ પ્રગટાવી પરવૃત્તિ ટાળે તે ધર્મ છે. આત્મા આત્મભાવે પરિણમે તે ધર્મ છે, તેનાથી અન્ય જે ભાવ છે તે અધર્મ છે. સમ્યક ભાવ વિના ધર્મ સંભવી શકતો નથી. સમ્યકુ ભાવોથી કર્મબંધમાં કારણભૂત એવા વિકારી ભાવો રોકી શકાય છે એવો અનુભવ સર્વને થાય છે અથવા થઈ શકવા યોગ્ય છે, તેથી મોક્ષના ઉપાયનો સંદેહ કરવો અસ્થાને છે. ક્ષમાદિ ભાવોથી ક્રોધાદિ ભાવો નિષ્ફળ થાય છે એ વાત અનુભવસિદ્ધ છે, તેમાં કોઈ પણ પ્રકારે સંદેહ રાખવા યોગ્ય નથી. મોક્ષમાર્ગ સંબંધી નિઃસંદેહપણું લાવી સમ્યક્ પુરુષાર્થ કરવા યોગ્ય છે, અર્થાત્ જીવે સાચો માર્ગ સમજી, યથાયોગ્ય પુરુષાર્થ કરવો જોઈએ. આ પ્રકારે પ્રસ્તુત ગાથામાં શ્રીગુરુએ વિકારના સર્વનાશની રહસ્યચાવી સંક્ષેપમાં તેમજ સરળતાથી બતાવી છે.
આત્મા જ્ઞાનનો ઘનપિંડ અને આનંદનો રસકંદ છે. તે સ્વયં પરિપૂર્ણ છે, (વિશેષાર્થ
તોપણ અનાદિથી જ તે કેટલીક વિકૃતિઓ અને નબળાઈઓથી યુક્ત છે. તે નબળાઈઓને વિભાવ કહેવામાં આવે છે. વિભાવ બહારથી નથી આવતા, તે જીવનાં પોતાનાં જ પરિણામ છે, પરંતુ તે જીવની એક સમયની ક્ષણિક અવસ્થા પૂરતા જ થાય છે. દરેક સમયે જીવ ઊંધો પુરુષાર્થ કરી વિકાર કરે છે. એ પ્રમાણે પરંપરાથી જીવ અનાદિ કાળથી દરેક સમયે જુદો જુદો વિકાર કરતો રહ્યો છે. અનાદિ કાળથી જીવની અવસ્થામાં વિકાર થવા છતાં પણ તે વિભાવભાવોનો પ્રવેશ દ્રવ્યદળમાં ક્યારે પણ થતો નથી અને જ્યારે જીવની સવળી પરિણતિ થાય છે ત્યારે તે અવસ્થામાંથી પણ વિલય થઈ જાય છે. આમ, વિભાવ ક્ષણિક હોવાથી, તેમજ નાશ થઈ શકવા યોગ્ય હોવાથી તે જીવનો સ્વભાવ નથી.
જે પદાર્થનો જે સ્વભાવ હોય છે તે સદા તે પદાર્થની સાથે રહે છે, ક્યારે પણ અલગ થઈ શકતો નથી. જો થોડી વાર માટે સાથે રહે અને પછી અલગ થઈ જાય તો તે તેનો સ્વભાવ ન હોઈ શકે. વિકાર ક્ષણભર રહીને દૂર થતો હોવાથી તે જીવનો સ્વભાવ નથી. કોઈની કોઈ વસ્તુ આપણી પાસે હોય અને થોડા દિવસ પછી તે પાછી લઈ જાય તો તે વસ્તુને આપણી કેવી રીતે કહેવાય? કદાચ તે વસ્તુ આખી જિંદગી આપણી પાસે રહે તોપણ તે આપણી કહી શકાય નહીં. તે પ્રમાણે એક વિકાર આવ્યો અને ચાલ્યો ગયો. બીજો વિકાર આવ્યો અને ચાલ્યો ગયો. આમ, વિકારની સંતતિ ભલે અનાદિ કાળથી ચાલી આવતી હોય, તો પણ તેને જીવનો સ્વભાવ કહી શકાતો નથી. જેમ બેંકમાં અનેક વ્યક્તિઓનાં નાણાં આવે છે અને જાય છે, છતાં તે નાણાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org