________________
૩૩૦.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન (ii) નોકષાય ચારિત્રમોહનીય – અહીં નો' શબ્દના ત્રણ અર્થ થાય છે - (૧) નો’ એટલે અલ્પ. ઉગતા વગરના કષાય તે નોષાય. (૨) 'નો' એટલે સાહચર્ય. કષાયોની સાથે રહી જે પોતાનું ફળ બતાવે તે નોકષાય. નોકષાયોના વિપાક કષાયોના આધારે હોય છે. જો કષાયનો વિપાક મંદ હોય તો નોકષાયનો વિપાક પણ મંદ હોય છે અને કષાયનો વિપાક તીવ્ર હોય તો નોકષાયનો વિપાક પણ તીવ્ર હોય છે. આમ, કષાયોના આધારે ફળ આપતા હોવાથી નોકષાયની પ્રધાનતા નથી. (૩) “નો' એટલે પ્રેરણા. જે કષાયોને પ્રેરણા કરે, કષાયોના ઉદયમાં નિમિત્ત બને તે નોકષાય.
હાસ્યાદિ નવ નોકષાય અકષાય વેદનીય પણ કહેવાય છે. નોકષાયના નવ પ્રકાર આ પ્રમાણે છે – (૧) હાસ્ય નોકષાય - જેના ઉદયથી જીવને હાસ્યભાવ ઉદ્ભવે. (૨) રતિ નોકષાય - જેના ઉદયથી જીવને પરપદાર્થમાં આસક્તિ થાય. (૩) અરતિ નોકષાય - જેના ઉદયથી જીવને પરપદાર્થમાં અણગમો થાય. (૪) શોક નોકષાય - જેના ઉદયથી જીવને શોક થાય. (૫) ભય નોકષાય - જેના ઉદયથી જીવને બીક લાગે. (૬) જુગુપ્સા નોકષાય - જેના ઉદયથી જીવને જુગુપ્સા થાય અથવા સૂગ ચડે. (૭) પુરુષવેદ નોકષાય - જેના ઉદયથી સ્ત્રી સેવનની લાલસા થાય. (૮) સ્ત્રીવેદ નોકષાય - જેના ઉદયથી પુરુષસેવનની લાલસા થાય. (૯) નપુંસકવેદ નોકષાય - જેના ઉદયથી સ્ત્રી-પુરુષ બન્નેના સેવનની ઇચ્છા થાય.
આ પ્રમાણે દર્શનમોહનીયના ત્રણ, કષાય ચારિત્રમોહનીયના સોળ અને નોકષાય ચારિત્રમોહનીયના નવ પ્રકાર મળીને મોહનીયના અઠ્યાવીસ ભેદ થાય છે. દર્શનમોહનીયના નિમિત્તથી મિથ્યાત્વભાવ, અર્થાત્ અજ્ઞાન અને ચારિત્રમોહનીયના નિમિત્તથી કષાય-નોકષાયભાવ, અર્થાત્ રાગ-દ્વેષ થાય છે. માયા, લોભ એ બે કષાય તથા હાસ્ય, રતિ, ત્રણ વેદ એ પાંચ નોકષાયનો સમાવેશ રાગમાં અને ક્રોધ, માન એ બે કષાય તથા અરતિ, શોક, ભય, જુગુપ્સા એ ચાર નોકષાયનો સમાવેશ વૈષમાં થાય છે. આમ, ગાથા ૧૦૦માં શ્રીમદે કહ્યું હતું કે રાગ, દ્વેષ અને અજ્ઞાનથી જીવને કર્મબંધ થાય છે, તે જ વાત આ ગાથાની પહેલી પંક્તિમાં શ્રીમદે કર્મસિદ્ધાંત અનુસાર જણાવી છે, જેથી પાઠકના હૃદયમાં સુગમતાથી સિદ્ધાંતતત્ત્વનો પ્રવેશ થાય. ત્યારપછી બીજી પંક્તિમાં આ બંધભાવોનો નાશ કરવાનો અચૂક ઉપાય દર્શાવ્યો છે. દર્શનમોહનીય અને ચારિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org