Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૩૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ભાવ વર્ધમાન થતો જાય છે, તેમ તેમ આત્મસ્થિરતાને રોધક એવા સત્તાગત કષાયનોકષાયરૂપ ચારિત્રમોહનીય કર્મનો નાશ થતો જાય છે.
જેમણે દર્શનમોહનીયનો નાશ કરી આત્માનો અનુભવ કર્યો છે એવા સમ્યગ્દષ્ટિ જીવને શુભાશુભ ઉપયોગ વખતે પણ શુદ્ધાત્માનું શ્રદ્ધાન તથા સ્વ-પરનું ભેદજ્ઞાન સતત વતી રહ્યું હોય છે. શુભાશુભમાં ઉપયોગ વર્તતો હોય ત્યારે પણ તેમની આંતર પ્રતીતિ જતી નથી. શુદ્ધ ઉપયોગ વખતે તેમને જેવી પ્રતીતિ વર્તતી હતી, તેવી જ પ્રતીતિ શુભાશુભ ઉપયોગ વખતે પણ વર્તે છે, એટલે શુભાશુભ ઉપયોગ વખતે પણ સમ્યકત્વમાં બાધા આવતી નથી. પરદ્રવ્ય તથા પરભાવથી પોતે ભિન્ન છે એવી પ્રતીતિ તેમને નિરંતર રહે છે. જેમ મુનિમ શેઠનાં કાર્ય સંભાળે છે, છતાં અંતરમાં ભાન છે કે ‘નફા-નુકસાનનો સ્વામી હું નથી.” જો શેઠની મિલકત તે પોતાની માનીને લઈ લે તો તે ચોર કહેવાય. તેમ સમ્યગ્દષ્ટિ જીવનો ઉપયોગ શુભાશુભમાં જાય છે, શુભાશુભરૂપે પરિણમે પણ છે, તોપણ અંતરમાં તે જ વખતે તેમને શ્રદ્ધાન છે કે “આ શુભાશુભ ભાવ મારા નથી, હું તેનો સ્વામી નથી.' શુદ્ધાત્માનું અંતરંગ શ્રદ્ધાન તો તેમને એવું ને એવું વર્તે છે. સ્વ-પરનું ભેદવિજ્ઞાન તો તે વખતે પણ તેમને વર્તી જ રહ્યું હોય છે. ‘આ શુભાશુભ મારો સ્વભાવ નથી, હું તો ચૈતન્યભાવ જ છું' એવી અનુભવપૂર્વકની અંતરંગ પ્રતીતિ તેમને શુભાશુભ વખતે પણ ખસતી નથી.
રાગ હોવા છતાં રાગથી પાર એવા જ્ઞાનસ્વભાવને જાણવો એ કંઈ સાધારણ વાત નથી! ભેદજ્ઞાનની અપૂર્વ વાત છે. સમ્યગ્દષ્ટિ જીવ રાગ સહિત હોવા છતાં પોતાને રાગરહિતપણે અનુભવે છે. તેથી તેમને એકસાથે બે ધારા હોય છે - એક જ્ઞાનધારા અને બીજી રાગધારા. તેમાંથી જ્ઞાનધારા સ્વભાવમાં એકરૂપ થઈને મોક્ષને સાધે છે, જ્યારે રાગધારા જુદી પડી જઈ નાશ પામે છે. જ્ઞાનધારા અને રાગધારા છૂટી પડી હોવાથી જ્ઞાની રાગને માત્ર જાણે છે, તેમાં જોડાઈ જતા નથી.
જેમને શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન પ્રગટે છે તેમને જ્ઞાનાનંદસ્વભાવથી તદ્દન વિપરીત ભાવોમાં તન્મયપણું થતું નથી, તેવા ભાવોની રુચિ થતી નથી, તેવા ભાવો ચિત્તમાં રાખવા ગમતા નથી. અજ્ઞાનાવસ્થામાં સંયોગબુદ્ધિના કારણે પરભાવમાં આનંદ માન્યો હતો, પરંતુ જ્યારથી જ્ઞાન થયું કે ‘શુભાશુભ ભાવ તે મારો સ્વભાવ નથી. તેનાથી મારા આત્માની શોભા નથી. હું તો અનંત આનંદનો પિંડ જ્ઞાયક આત્મા છું', ત્યારથી તેમને વિભાવનો ઉમંગ હોતો નથી. તેમને અન્ય ભાવોમાં અંતરંગ રુચિ થતી નથી. તેઓ તે ભાવોને રૂડા માનતા નથી. પૂર્વે જેમાં સ્વામિત્વ માન્યું હતું, તેને પકડવાની હવે તેમને જરા પણ હોંશ રહેતી નથી. તેઓ તો પોતાના અચિંત્ય આત્મવૈભવને જોઈને પરમ તૃપ્તિ અનુભવે છે. આત્માનો વૈભવ હાથમાં આવ્યો હોવાથી તેના માહાસ્યવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org