Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન ક્રિયાઓ માત્ર પુણ્યબંધનું કારણ થાય છે. તે ક્રિયાઓ સમ્યગ્દર્શનનું કારણ થઈ શકતી નથી. શ્રીમદ્ કહે છે –
જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યક્ત્વ થાય નહીં. જીવને સાચ ક્યારેય આવ્યું જ નથી; આવ્યું હોત તો મોક્ષ થાત. ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તો ગમે તે લો, પણ સાચ વગર સાધન તે વૃથા છે. જે દેહાત્મબુદ્ધિ મટાડવા માટે સાધનો બતાવ્યાં છે તે દેહાત્મબુદ્ધિ માટે ત્યારે સાચ આવ્યું સમજાય. દેહાત્મબુદ્ધિ થઈ છે તે મટાડવા, મારાપણું મુકાવવા સાધનો કરવાનાં છે. તે ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્રશ્રવણ કે ઉપદેશ તે વગડામાં પોક મૂક્યા જેવું છે. જેને એ ભ્રમ ભાંગી ગયો છે, તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃતભોજન જમે તે કાંઈ છાનું રહે નહીં, તેમ ભ્રાંતિ, ભ્રમબુદ્ધિ માટે તે કાંઈ છાનું રહે નહીં.”
દેહાત્મબુદ્ધિરૂપ દર્શનમોહનો નાશ કરવા માટે સ્વ અને પરના ભેદની અનુભવાત્મક પ્રતીતિ જોઈએ. શ્રવણ-વાંચન દ્વારા મળેલું સ્વ અને પરના ભેદનું જ્ઞાન ગમે તેટલું ઊંડું હોય તોપણ તે જ્ઞાન બૌદ્ધિક સ્તરનું હોવાથી તે એવી દઢ પ્રતીતિ જન્માવી શકતું નથી કે જેના વડે દર્શનમોહનીય હણાઈ શકે. સાંભળેલી-વાંચેલી વાત, નજરે દીઠેલી ઘટના જેટલી પ્રતીતિકર થોડી જ બને? વિચારથી જે પ્રતીતિ થાય એ વાત જુદી છે અને વેદનથી જે પ્રતીતિ થાય એ વાત જુદી છે. તેથી દેહ અને આત્માની ભિન્નતાનો સાક્ષાત્કાર કરાવતા અનુભવને મોક્ષમાર્ગનો પાયો કહ્યો છે. એ અનુભવની ઉપલબ્ધિ તે જ નિશ્ચય સમ્યગ્દર્શન. આપ્તવચનના આધારે, અર્થાતુ શાસ્ત્રોના આધારે વિચારવિમર્શ કર્યા પછી બુદ્ધિ વડે થયેલા તત્ત્વના સ્વીકારને નિશ્ચય સમ્યગ્દર્શન ન કહી શકાય. શ્રદ્ધા આપ્તવચન આદિના આધારે પાંગરી શકે, પણ ‘દર્શન' તો જાતે જોયા વિના કઈ રીતે સંભવે? પ્રતીતિ માત્ર વિચારણાથી નહીં પણ વેદનપૂર્વક થવી આવશ્યક છે. પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપના વેદન સહિતની પ્રતીતિ તે જ સમ્યગ્દર્શન છે. આમ, આત્માના અનુભવ સહિતનો બોધ તે સમ્યક્ બોધ છે અને તે દર્શનમોહનીયના નાશનો અચૂક ઉપાય છે.
ચારિત્રમોહ દર્શનમોહ હણાતાં દેહાદિ પરમાં પોતાપણાની માન્યતારૂપ વિપરીત શ્રદ્ધા ટળી જાય છે. મ્યાનથી તલવાર જેમ જુદી છે, તેમ દેહથી ભિન્ન, સ્વપરપ્રકાશક એવું પોતાનું ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૩૨ (ઉપદેશછાયા-૧૪) સરખાવો : પંડિત શ્રી દૌલતરામજીરચિત, ‘છ ઢાળા', ઢાળ ૪, કડી ૫
“મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો; પે નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org