________________
ગાથા-૧૦૩
૩૪૧
શકાય છે. તે આ પ્રમાણે –
અનંતાનુબંધી કષાયોનો વિલય થતાં જીવ અવિરતિ સમ્યગ્દષ્ટિ (ચતુર્થી ગુણસ્થાનકે આવે છે. આ ભૂમિકામાં સત્ય સત્યસ્વરૂપે જણાય છે. અજ્ઞાનની અવસ્થા વિલીન થઈ સત્યની ઉપલબ્ધિ થાય છે. દષ્ટિકોણ સમ્યક્ થાય છે. વસ્તુ-વ્યક્તિપરિસ્થિતિ જેવી છે તેવી જણાય છે. આ ભૂમિકામાં જીવને સત્ય માર્ગનું દર્શન થાય છે, પરંતુ કષાયના પ્રભાવમાં પ્રાપ્ત દર્શન પ્રમાણે તેઓ હજુ વર્તી શકતા નથી. સ્વની અનુભૂતિપૂર્વકની અંતરસૂઝથી - દિવ્ય પ્રજ્ઞાથી તેમને સમજાય છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ; પરંતુ કષાયનો જે વર્તમાન આવેગ છે, તે હજુ એટલો મંદ નથી થયો કે જે પ્રમાણે તેમને સમજાયું છે તે પ્રમાણે તેઓ પૂર્ણપણે આચરી શકે. આનું કારણ છે કષાયની બીજી ચોકડી - અપ્રત્યાખ્યાનાવરણમાં જોડાણ. જેમ જેમ આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થતો જાય છે, તેમ તેમ જીવનાં પરિણામમાંથી અપ્રત્યાખ્યાન કષાય ઓગળતો જાય છે. બોધ અને અભ્યાસના નિરંતર આશ્રયે જ્યારે આ અપ્રત્યાખ્યાન કષાય ઉપશાંત કે ક્ષીણ થાય છે ત્યારે જીવ વિરતિના રસ્તે આગળ વધે છે. આધ્યાત્મિક વિકાસમાં તેમને દેશવિરતિ (પંચમ) ગુણસ્થાનક ઉપલબ્ધ થયું ગણાય છે. આ ભૂમિકાએ તેમણે અણુવ્રતાદિ બાર વ્રતો ધારણ કરેલા હોય છે અને અગિયાર પ્રતિમાઓને અનુરૂપ ક્રમપૂર્વક આચરણ શરૂ થાય છે.
વિકાસક્રમમાં જ્યારે આગળ વધાય છે, અભ્યાસ કરતાં કરતાં મોહનું વર્તુળ જેમ જેમ તૂટતું જાય છે, અર્થાત્ તેનો પ્રભાવ જેમ જેમ પાતળો થતો જાય છે, તેમ તેમ ત્રીજી ગાંઠ પણ છૂટતી જાય છે. આ ગ્રંથિનું નામ છે. પ્રત્યાખ્યાનાવરણ. કષાયની આ ત્રીજી ચોકડી છે. તેના તૂટવાથી સાધક વિરતિ પ્રત્યે પૂર્ણપણે સમર્પિત થઈ જાય છે. તેઓ સર્વસંગપરિત્યાગ કરે છે, સાધુ બને છે. આધ્યાત્મિક વિકાસની આ ભૂમિકાને પ્રમત્તવિરતિ (છઠ્ઠ) ગુણસ્થાનક કહે છે. અંતરમાં જેમ જેમ રાગનો ઘટાડો થાય છે, તેમ તેમ બાહ્યમાં પરિગ્રહનો ત્યાગ સહેજે થતો જાય છે. વસ્તુનું આકર્ષણ તૂટે, પછી તે વસ્તુ હોય તો છૂટી જાય છે અને ન હોય તો તેનું ગ્રહણ થતું નથી.
પાંચમું ગુણસ્થાનક ગૃહસ્થ સાધક જીવોનું છે અને છઠ્ઠ ગુણસ્થાનક ગૃહત્યાગી સાધક જીવોનું છે. બન્ને સાધનાપથના પથિક છે. પોતાની કલ્યાણયાત્રા પરત્વે તેઓ સમર્પિત થઈ ચૂક્યા છે. એક સાધક ગૃહસ્થજીવનમાં સાધના કરે છે અને એક સાધક મુનિજીવનમાં સાધના કરે છે. ગૃહસ્થજીવનમાંથી મુનિજીવનમાં જવું એ કોઈ આકસ્મિક ઘટના નથી કે અનાયોજિત છલાંગ નથી, તેમાં નિશ્ચિત ક્રમની વ્યવસ્થા છે. તે પાછળ મોહના આવેગોના ક્ષયનો સિદ્ધાંત કામ કરે છે. જે વ્યક્તિમાં અમુક ચોક્કસ માત્રામાં મોહ ક્ષીણ થયો છે, તે વ્રતોનું અંશત: ગ્રહણ કરી શ્રાવક બને છે. જે વ્યક્તિનો મોહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org