Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૩૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સ્વભાવથી જ છે. મારા ઉત્પાદ-વ્યય-ધ્રુવ મારી સત્તામાં જ છે અને પરના ઉત્પાદ-વ્યયધ્રુવ પરની સત્તામાં જ છે. બન્નેની સત્તા ભિન્ન ભિન્ન છે. એકના ઉત્પાદ-વ્યય-ધ્રુવમાં બીજો કોઈ હસ્તક્ષેપ કરી શકતો નથી, તેથી પરમાં ફેરફાર કરવાની વૃત્તિ છોડી, તેને ઇષ્ટ-અનિષ્ટપણે માનવાની વૃત્તિ છોડી મારે સ્વમાં લાગી જવું જોઈએ. પરસત્તાને મારાથી ભિન્ન જેમ છે તેમ જાણી, મારી શુદ્ધચૈતન્યસત્તાને શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રમાં અંગીકાર કરવી જોઈએ.'
આત્માર્થી જીવ શ્રીગુરુનાં વચનના અવલંબને આવો તત્ત્વનિર્ણય કરે છે. આત્માનું સ્વરૂપ શ્રીગુરુ પાસેથી જાણીને, સમજીને, વારંવાર તેનો અભ્યાસ કરીને આત્માનો મહિમા દઢ કરતો જાય છે, જેના કારણે તેને આત્મામાં લીન થવાની તલપ લાગે છે. અન્ય નિપ્રયોજન વિચારોથી દૂર ખસીને સર્વ પરદ્રવ્ય અને પરભાવથી ભિન્ન એવા શુદ્ધ સ્ફટિક સમાન ચૈતન્યસ્વરૂપ આત્મા સંબંધી જ ચિંતન કરવાથી પરિણતિ નિર્મળ થાય છે. પરિણતિ નિર્મળ થતાં અંતરંગ ઉત્સાહ અને આત્મવીર્યની જાગૃતિથી આત્માર્થી સ્વસ્વરૂપસન્મુખ થતો જાય છે. તે આત્માને અવ્યક્તપણે લક્ષમાં લે છે અને સ્વભાવ તરફ ઝૂકે છે. સ્વ-પરની ભિન્નતા તથા સ્વભાવ-વિભાવની ભિન્નતાનો નિર્ણય થયો હોવાથી તેનું બહિર્મુખ વલણ છૂટે છે અને તે અંતર્મુખ થાય છે.
જ્ઞાનમાં અનેક યાકારો સ્વાભાવિકપણે ઊપજવાથી, તેમાં પોતાપણું કલ્પી જીવ વિભાવભાવ વડે શેય પ્રત્યે ખેંચાઈને બહિર્મુખ ભાવે પરિણમે છે. આમ, બહિર્મુખ થવાનું માધ્યમ પણ જ્ઞાન છે અને અંતર્મુખ થવાનું માધ્યમ પણ જ્ઞાન જ છે. શેયાકારનું દુર્લક્ષ કરી, જ્ઞાન દ્વારા જ્ઞાનસ્વરૂપ સ્વયંનું અવલંબન લેવું એ જ અંતર્મુખ થવાની પ્રક્રિયા છે. મહા આશ્ચર્યકારી સ્વભાવવંત તેમજ અદ્ભુત સામર્થ્યવાન નિજપરમાત્મા સ્વયં જ પરિણામને અંતર્મુખ થવામાં સર્વોત્કૃષ્ટ આકર્ષણરૂપ છે. ‘હું તો ધ્રુવ પરમ સ્વભાવ છું' એમ અંતસ્તત્ત્વ ઉપર જોર જતાં પર્યાય અંતર્મુખ વળી જાય છે અને ઉપયોગ અંતરમાં ઊંડો ઊતરતો જાય છે. વારંવાર પુરુષાર્થ કરતાં ચૈતન્યરસનો મહિમા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે કોઈ પરમ ધન્ય પળે તેને આત્માનો અનુભવ થાય છે. ઉપયોગ સૂક્ષ્મ વિકલ્પથી પણ જુદો પડીને, ઇન્દ્રિયાતીત આંતર સ્વભાવમાં અભેદ થાય છે, નિર્વિકલ્પ થઈ જાય છે. જ્ઞાન સ્વયંનું વેદન કરે છે અને તે વેદન દ્વારા નિજ અસ્તિત્વનું ગ્રહણ થાય છે. નિર્વિકલ્પ અનુભૂતિમાં આત્મા પ્રસિદ્ધ થાય છે.
આ પ્રમાણે સદ્ગુરુના ઉપદેશ દ્વારા જીવ આત્માના સ્વરૂપની ઓળખાણ કરે છે, તેની પ્રતીતિ કરે છે અને ઉપયોગને અંતર્મુખ કરી સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે. તે જ સમ્યક્ બોધ છે, સમ્યગ્દર્શન છે અને તેનાથી જ દર્શનમોહ નાશ પામે છે. સમ્યક બોધ - સમ્યગ્દર્શન તે સર્વોત્કૃષ્ટ સુખનું કારણ છે, મુક્તિનું મૂળ છે. તે પ્રગટ થતાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org