________________
૩૨૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લગાડે કે અતિચાર લગાડે અથવા તો મૂળથી જ સ્થિરતા થવા ન દે તે ચારિત્રમોહનીય. ચારિત્રમોહનીયના મુખ્ય બે પ્રકાર છે - ક્રોધાદિ કષાય તથા હાસ્યાદિ નોકષાય. તે આ પ્રમાણે – (i) કષાય ચારિત્રમોહનીય – કષ એટલે સંસાર અને આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય, સંસારની વૃદ્ધિ થાય, સંસારનું પરિભ્રમણ પ્રાપ્ત થાય તે કષાય ચારિત્રમોહનીય છે. કષાયના ચાર ભેદ છે - ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ એટલે ગુસ્સો, અક્ષમા; માન એટલે અહંકાર, ગર્વ; માયા એટલે દંભ, કપટ અને લોભ એટલે તૃષ્ણા, અસંતોષ. ચંડાળ ચોકડીરૂપ આ ચારે કષાયની ચાર સ્થિતિઓ છે - તીવ્રતમ, તીવ્રતર, મંદ અને મંદતર. શાસ્ત્રીય પરિભાષામાં તેના ચાર નામ આ પ્રમાણે છે - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન.
આમ, કષાયના સોળ પ્રકાર થાય છે. (૧ થી ૪) જે કષાયના ઉદયથી જીવના સમ્યગ્દર્શનનો ઘાત થાય તે અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ કષાય કહેવાય છે. આ કષાય અનંત સંસારનો અનુબંધ કરાવતા હોવાથી અનંતાનુબંધી કહેવાય છે. (૫ થી ૮) જે કષાયના ઉદયથી જીવને દેશચારિત્ર(અણુવ્રતરૂપ ચારિત્ર)નો સંભવ ન રહે તે અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ કષાય કહેવાય છે. જીવ પ્રત્યાખ્યાનનું મહત્ત્વ સમજતો હોવા છતાં આ કષાયના ઉદયથી જીવ કોઈ પણ પ્રકારનું પ્રત્યાખ્યાન ગ્રહણ કરી શકતો નથી. (૯ થી ૧૨) જે કષાયના ઉદયથી આત્માના સકલ ચારિત્ર(મહાવ્રતરૂપ ચારિત્ર)નો ઘાત થાય તે પ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ કષાય કહેવાય છે. આ કષાયના ઉદયથી જીવ સર્વવિરતિ ગ્રહણ કરી શકતો નથી. (૧૩ થી ૧૬) જે કષાયના ઉદયથી આત્માના યથાખ્યાત ચારિત્રનો ઘાત થાય તે સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભ કષાય કહેવાય છે. આ કષાયના ઉદયથી ચારિત્રમાં અતિચાર લાગે છે, તેથી જિનેશ્વરે જેવું કહ્યું છે તેવું નિરતિચાર ચારિત્ર - યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતું નથી, અર્થાત્ અલ્પ કષાયના કારણે આત્મસ્થિરતા અખંડપણે રહેતી નથી.
આમ, અનંતાનુબંધી આદિ ચાર પ્રકારના કષાયો અનુક્રમે સમ્યગ્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિ અને યથાખ્યાત ચારિત્રને રોકે છે. આ ચારે કષાયોની તરતમતા સુગમપણે સમજાય તે અર્થે કર્મગ્રંથમાં કષાયના ચાર પ્રકારોને ઉપમા દ્વારા વર્ણવ્યા છે.૧ ૧- જુઓ : આચાર્યશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીવિરચિત, કર્મગ્રંથ', ભાગ-૧, ગાથા ૧૯, ૨૦
ગસ્ટ-રેણુ-ગુઢવી-વ-ર-સરિસો-૩-વ્યિો ફોટો | तिणिस-लया-कट्रिअ-सेल-त्थंभोवमो
મા II માયાગવદિ-ન-કુત્તિ-મિંઢ-સિં-વળ-વેસ-મૂ-રસમ | ચોરો દિવંગન-૨૬૫-નિ-રા-સામાળો (સારિો ) II”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org