Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૨૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન બે પેટા વિભાગને ‘દર્શનમોહ અને “ચારિત્રમોહ' કહેવામાં આવે છે. પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિ - એવી વિપરીત માન્યતા તે દર્શનમોહ છે અને આત્મામાં સ્થિર ન થવા દે તેવા કષાય-નોકષાયમાં પ્રવર્તન તે ચારિત્રમોહ છે. દર્શનમોહનીય તે સંસારની જડ છે. વિપરીત સમજણના કારણે રાગદ્વેષરૂપ વિપરીત પ્રવર્તન થાય છે અને ભવચક્ર ગતિમાન રહે છે. અજ્ઞાનના કારણે જીવ રાગ અને દ્વેષની ચક્કીમાં પિસાતો રહે છે. પાંચ ઇન્દ્રિયોનો તેના વિષયભૂત પદાર્થો સાથે સંસ્પર્શ થતાં તથા મનની કલ્પનાઓ સાથે સંસર્ગ થતાં તરત જ ચિત્તમાં સંવેદના ઉત્પન્ન થાય છે. ઇષ્ટ-અનિષ્ટ મનાતા વિષયો પરત્વે રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે અને તેથી ભવચક્ર ચાલુ રહે છે. આ ભવચક્રને રોકવા માટે અંતરમાં ધર્મચક્ર જાગૃત થવું જરૂરી છે. ધર્મચક્ર ગતિમાન કરવા અર્થે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો નાશ કરવાનો અચૂક ઉપાય જાણવો અત્યંત આવશ્યક છે.
પ્રકાશ થવાથી અંધકાર નાશ પામે છે, અર્થાત્ પ્રકાશ અંધકારનો નાશ કરવાનો અમોઘ ઉપાય છે; તેમ દર્શનમોહનીય જે અજ્ઞાનરૂપ છે, તેને હણવા માટે બોધ અને ચારિત્રમોહનીય જે રાગ-દ્વેષરૂપ છે, તેને હણવા માટે વીતરાગતા એ અમોઘ ઉપાય છે. જેમણે દર્શનમોહને હણ્યો છે એવા સદ્ગુરુના અજ્ઞાનતારી બોધ ઉપર સમ્યક વિચારણા કરતાં જીવને પોતાની ભૂલો સમજાય છે અને તેમણે આપેલી સમજણને અંતરંગ ઉત્સાહ સહિત પ્રયોગમાં મૂકતાં સ્વસ્વરૂપની અનુભૂતિ થાય છે. સત્યાત્મબોધ થતાં દર્શનમોહનીય કર્મ હણાય છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ મિથ્યા દર્શન(મિથ્યાત્વ)નો અભાવ થાય છે. મિથ્યાત્વ જ બધા દોષોમાં અધિક બળવાન દોષ છે અને તે જ દીર્ઘ સંસારની સ્થાપના કરે છે, તેથી તેનો નાશ થતાં સંસારનો કિનારો આવી જાય છે. જેવો મિથ્યાત્વનો નાશ થાય છે કે મૂળ કારણ રહેતું ન હોવાથી ચારિત્રમોહનીય પણ અધિક ટકતો નથી. જેમ જેમ જીવ આત્મસ્વરૂપનો ઉગ્ર આશ્રય કરે છે, તેમ તેમ વીતરાગતા વધતી જાય છે, રાગાદિ ઓછા થતા જાય છે અને ચારિત્રમોહનીય તૂટતા જાય છે. આમ, શુદ્ધાત્મસ્વરૂપની યથાર્થ સમજણ અને સ્થિરતા એ જ મોહનીય કર્મના ક્ષયનો અચૂક ઉપાય છે. સાચી શ્રદ્ધા અને સાચું પ્રવર્તન થતાં, અર્થાત્ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યકચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિ થતાં જીવ અનંત કાળ માટે મુક્તદશામાં અનંત ઐશ્વર્ય અને સુખમાં બિરાજમાન થઈ કૃતકૃત્ય થાય છે.
- તાડવૃક્ષ ઘણું મોટું હોવા છતાં પણ તેની ટોચ ઉપર આવેલા તેના વિશેષાર્થ)
| મર્મસ્થાનમાં એક સોઈ ભોંકવામાં આવે તો આખું તાડવૃક્ષ સુકાઈ જાય છે, કારણ કે તે છેદથી તે વૃક્ષને પોષણ મળવાનો માર્ગ ખંડિત થવાથી પોષક રસ મળતો અટકી જાય છે; તેમ આ સંસારવૃક્ષની ધોરી નસરૂપ મોહનીય કર્મને સમ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org