________________
ગાથા – ૧૦૩
| ગાથા
અર્થ
... ગાથા ૧૦૨માં શ્રીગુરુએ જણાવ્યું કે જડ કર્મો અનંત પ્રકારનાં છે અને ભૂમિકા [2] તેના જ્ઞાનાવરણીયાદિ મુખ્ય આઠ પ્રકાર છે. તે આઠ પ્રકારમાં પણ મોહનીય કર્મ મુખ્ય છે, કારણ કે સર્વ કર્મના બંધનું કારણ એકમાત્ર મોહનીય કર્મ છે. મોહનીય કર્મના ઉદયમાં જોડાણ કરવાથી જીવ સ્વસ્વરૂપમાં અસાવધ થાય છે અને તેથી તેને નવીન કર્મનો બંધ થાય છે.
આમ, જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મના બંધમાં મોહનીય કર્મ નિમિત્ત બનતું હોવાથી, સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે મોહનીય કર્મને હણવાનો ઉપાય જાણવો અત્યંત આવશ્યક છે. મોહનીય કર્મના નાશનો અચૂક ઉપાય બતાવતાં પ્રસ્તુત ગાથામાં શ્રીગુરુ કહે છે –
“કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ;
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” (૧૦૩) - તે મોહનીય કર્મ બે ભેદે છે - એક “દર્શનમોહનીય' એટલે “પરમાર્થને [] વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ'; બીજી ચારિત્રમોહનીય'; “તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નોકષાય' તે ચારિત્રમોહનીય.
દર્શનમોહનીયને આત્મબોધ, અને ચારિત્રમોહનીયને વીતરાગપણે નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્થાબોધ તે દર્શનમોહનીય છે; તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. અને ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, - તે તેનો અચૂક ઉપાય છે, - તેમ બોધ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશસ્વરૂપ છે; માટે તે તેનો અચૂક ઉપાય છે. (૧૦૩)
- સર્વ કર્મોમાં રાજા સમાન એવા મોહનીય કર્મના કાર્યને બે પ્રકારે વિભક્ત ભાવાર્થ
1 કરી શકાય છે - શ્રદ્ધાની વિમુખતા અને ચારિત્રની વિમુખતા. બન્નેમાં વિમુખતા સામાન્ય છે, માટે તે બન્નેને અભેદપણે એક મોહનીય કર્મ તરીકે ગણી, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org