________________
ગાથા-૧૦૩
૩૨૯
તે આ પ્રમાણે છે –
કષાય ક્રોધ | માન ! માયા
લોભ પથ્થરમાં પડેલી | પથ્થરના થાંભલા
કિરમજીના રંગ અનંતાનુબંધી
વાંસના મૂળ સમાન તિરાડ સમાન સમાન
સમાન જમીનમાં પડેલી
ગાડાના ચક્રની કીલ અપ્રત્યાખ્યાનાવરણ
હાડકા સમાન ઘેટાનાં શીંગડાં સમાન તિરાડ સમાન
સમાન રેતીમાં પડેલી રેખા પ્રત્યાખ્યાનાવરણ
કાષ્ઠ સમાન | ગોમૂત્રની ધાર સમાન કાજળ સમાન | સમાન
જળમાં પડેલી રેખા નેતરની સોટી સંજ્વલન
લાકડાની છાલ સમાન હળદર સમાન સમાન
સમાન
કોષ્ટકમાં જણાવ્યા પ્રમાણે અનંતાનુબંધી ક્રોધ પથ્થરમાં પડેલી તડ સમાન છે જે કોઈ કાળે પણ ન મટે, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ જમીનમાં પડેલી રેખા સમાન છે જે મહાકષ્ટ મટે, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ રેતીમાં પડેલી રેખા સમાન છે જે થોડા પ્રયત્નથી મટે અને સંજ્વલન ક્રોધ જળમાં પડેલી રેખા સમાન છે જે તરત જ વિલય પામે.
અનંતાનુબંધી માન પથ્થરના થાંભલા સમાન છે જે કોઈ રીતે પણ નમે નહીં, અપ્રત્યાખ્યાનાવરણ માન હાડકા સમાન છે જે મહાકષ્ટ નમે, પ્રત્યાખ્યાનાવરણ માન કાષ્ટ સમાન છે જે થોડા પ્રયત્નથી નમે અને સંજ્વલન માન નેતરની સોટી સમાન છે જે જેમ નમાવીએ તેમ નમે.
અનંતાનુબંધી માયા વાંસના મૂળ સમાન વક્ર છે જે પોતાની કુટિલતા ક્યારે પણ છોડે નહીં, અપ્રત્યાખ્યાનાવરણ માયા ઘેટાના શીંગડા સમાન વક્ર છે જે મહાકષ્ટ સીધી થાય, પ્રત્યાખ્યાનાવરણ માયા ગોમૂત્રની ધારા સમાન છે જે થોડા પ્રયત્નથી પોતાની વક્રતા છોડે અને સંજ્વલન માયા લાકડાની છાલ સમાન છે જે સહજતાથી પોતાની વક્રતા છોડે.
અનંતાનુબંધી લોભ કપડાને કરેલા કિરમજીના રંગ સમાન છે જેનો રંગ ક્યારે પણ ટળે નહીં, અપ્રત્યાખ્યાનાવરણ લોભ ગાડાના ચક્રની કીલ સમાન છે જે મહાકષ્ટ ટળે, પ્રત્યાખ્યાનાવરણ લોભ કપડાને લાગેલા કાજળ સમાન છે જે થોડા પ્રયત્નથી ટળે અને સંજ્વલન લોભ હળદરના રંગ સમાન છે જે તરત ટળી શકે.
આ પ્રમાણે કષાય ચારિત્રમોહનીયના સોળ પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org