Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૧૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન (૬) જ્યાં શરીર હોય ત્યાં ઊંચ-નીચ આચારવાળા કુળમાં ઉત્પત્તિ હોય, તેથી તે સમયનો વિકારી ભાવ ગોત્ર કર્મના બંધનું નિમિત્ત થાય છે. (૭) જ્યાં શરીર હોય ત્યાં શાતા-અશાતા, અનુકૂળતા-પ્રતિકૂળતા વગેરે હોય, તેથી તે સમયનો ભાવ વેદનીય કર્મના બંધનું નિમિત્ત થાય છે. (૮) શરીર સંયોગી વસ્તુ છે. જ્યાં સંયોગ હોય ત્યાં વિયોગ પણ હોય જ, તેથી શરીરનો પણ વિયોગ થાય છે. શરીર સાથેના સંયોગની કાળમર્યાદાને આયુષ્ય કહે છે. આયુષ્ય કર્મ બંધાવાના સમયે જીવને જેવા ભાવ થાય તેવી ગતિના આયુષ્યનો બંધ (પછીના ભવનો) પડે છે.
આમ, આઠ કર્મમાં મુખ્ય મોહનીય કર્મ છે, જે જીવને ભૂલ કરાવે છે અને આત્માના આઠે ગુણને વિન્ન કરનાર એવા કર્મબંધમાં કારણભૂત થાય છે. બળવાનમાં બળવાન કર્મ મોહનીય હોવાથી જ્યાં મોહનીયનું બળ હોય છે ત્યાં બીજાં કર્મો પણ બળ કરે છે. જ્યાં મોહનીયનું બળ મંદ પડે છે ત્યાં બીજાં કર્મોનું બળ પણ મંદ પડે છે. બીજાં કર્મો મોહનીયને આધીન છે. મોહનીય વિના બાકીનાં કર્મ પોતપોતાના કાર્યની ઉત્પત્તિ નથી કરી શકતાં, માટે જીવનો સાચો શત્રુ તો મોહનીય જ છે. મોહનીય કર્મરૂપ શત્રુનો નાશ થવાથી, જન્મ-મરણની પરંપરારૂપ સંસારની ઉત્પત્તિનું સામર્થ્ય શેષ કર્મોમાં નહીં રહેવાથી તે કર્મો સત્વહીન થઈ જાય છે. મોહનીય કર્મનો ક્ષય થતાં સર્વ કર્મનો નાશ અવશ્ય થાય છે. શ્રીમદ્ કહે છે –
“કર્મ અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્ય ૧૫૮ છે. તેમાં મુખ્ય આઠ કર્મપ્રકૃતિ વર્ણવવામાં આવી છે. આ બધાં કર્મમાં મુખ્ય, પ્રાધાન્ય એવું મોહનીય છે; જેનું સામર્થ્ય બીજા કરતાં અત્યંત છે; અને તેની સ્થિતિ પણ સર્વ કરતાં વધારે છે.
આઠ કર્મમાં ચાર ઘનઘાતી છે. તે ચારમાં પણ મોહનીય અત્યંત પ્રબળપણે ઘનઘાતી છે. મોહનીયકર્મ સિવાય સાત કર્મ છે, તે મોહનીયકર્મના પ્રતાપથી પ્રબળપણે થાય છે. જો મોહનીય ખસે તો બીજાં નિર્બળ થઈ જાય છે. મોહનીય ખસવાથી બીજાંઓનો પગ ટકી શકતો નથી."
જેમ રાજાને જીતતાં દળ, પુર અને અધિકાર જિતાય છે, તેમ મોહ જીતવાથી સર્વ કર્મ જિતાય છે; તેથી સૌ પ્રથમ મોહનીય કર્મનો નાશ કરવો જોઈએ. મોહનીય કર્મ સ્વરૂપ પ્રતીતિ અને સ્વરૂપસ્થિરતાને વિગ્ન કરનાર હોવાથી, નવીન કર્મબંધનું મુખ્ય કારણ હોવાથી તથા અન્ય કર્મોનો આધાર - આશ્રયદાતા હોવાથી મોહશક્તિનો નાશ કરવો અત્યંત અગત્યનું છે. કારણના નાશથી કાર્ય પણ નષ્ટ થઈ જાય છે, તેથી જીવે ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૪૩ (વ્યાખ્યાનમાર-૧, ૬૩,૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org