Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૨૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તોડવું હોય તો આત્માની શક્તિને સમજવી જોઈએ, એને પ્રગટાવવી જોઈએ, એનો ઉપયોગ કરવો જોઈએ. કર્મની કંઈ તાકાત નથી કે જીવનું કાંઈ બગાડી શકે. તેથી જીવે કર્મ આગળ લાચાર ન થતાં શૂરવીરતાથી કર્મની સામે પડવું જોઈએ.
દ્રૌપદીનું અપહરણ થયા પછી, પાંચ પાંડવ અને છઠ્ઠા શ્રીકૃષ્ણ એમ છ જણ ઘાતકી ખંડ ગયા ત્યારે શ્રીકૃષ્ણ પૂછ્યું કે “હવે લડવા કોણ જાય છે?' ત્યારે પાંડવોએ કહ્યું કે “અમે જઈએ છીએ, કાં તો આજે પદ્મનાભ રાજાનો જય અને કાં તો અમારો જય.' તેઓ યુદ્ધમાં હાર્યા. શ્રીકૃષ્ણે કહ્યું, ‘તમે પ્રથમ શત્રુને - પરને સ્થાપેલા એટલે હાર્યા. હવે હું લડવા જાઉં છું. આજે હું જીતીશ, પદ્મનાભ નહીં.' આમ કહી શ્રીકૃષ્ણ શંખ ફૂંક્યો, યુદ્ધ થયું અને વિજય મેળવ્યો. આ જ પ્રમાણે કેટલાક કહે છે કે “અમને કર્મ નડે છે, નહીં તો અમે કંઈનું કંઈ કરી નાખીએ.' આમ, પ્રથમથી જ કર્મના નામની પોક મૂકે છે. પહેલેથી જ પુદ્ગલને સ્થાપે છે, પછી તો હારવાનું જ રહેને!
જ્યાં પોતાના અનંત સામર્થ્યનો સ્વીકાર નથી ત્યાં ધર્મનો પ્રારંભ પણ કઈ રીતે થઈ શકે? જીવ અનંત વીર્ય - અનંત શક્તિનો ધણી છે, તેના મોઢે કર્મ અને પામરતાની વાત ન શોભે.
આત્માની શક્તિ અસીમિત છે. કર્મ બાંધનાર પણ આત્મા જ છે અને કર્મને તોડનાર પણ આત્મા જ છે. જીવે બંધનને જાતે ઉત્પન્ન કરેલું હોવાથી તે તેને તોડી શકે એમ છે. અનંત જીવોએ આત્મસાધના દ્વારા તે બંધનને પોતે નષ્ટ કરી પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે. તેથી જીવે કર્મના બંધનને છેદવાનું લક્ષ રાખવું જોઈએ. મોહનીય કર્મ જ સર્વ કર્મોમાં મુખ્ય હોવાથી તેને હણતાં અન્ય કર્મો પણ હણાઈ જાય છે અને જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોહનીય કર્મના નાશ વિષે શ્રીમદ્ કહે છે –
“મોહનીયકર્મ જે મહા જોરાવર તેમ ભોળું પણ છે, તે તરત ખપાવી શકાય છે. જેમ તેની આવણી, વેગ આવવામાં જબર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે છે. મોહનીયકર્મનો તીવ્ર બંધ હોય છે, તોપણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે.”
મોહનીયનો નાશ એ જ મોક્ષનો ઉપાય હોવાથી શ્રીગુરુ હવે પછીની ગાથામાં તેને હણવાની વિધિ કહેશે. શ્રીગુરુ મોહનીય કર્મ હણવાનો પાઠ આપે ત્યારે તે પાઠ એકાગ્ર ચિત્તે ગ્રહણ કરી સાધનાનું સ્વરૂપ યથાર્થપણે સમજી લેવું જોઈએ. શ્રીગુરુ પાસેથી મળેલો પાઠ પાકો કરવો જોઈએ. માત્ર પાઠનું શ્રવણ-વાંચન કર્યા કરે અને મળેલો પાઠ પાકો ન કરે તો ન ચાલે. મળેલો પાઠ પાકો કરે તો જ મોક્ષમાર્ગે આગળ વધી શકાય. મોહનીય કર્મને હણવાનો પાઠ અંગીકાર કરવાથી જ પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૫૮ (વ્યાખ્યાનસાર-૧, ૨૦૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org