Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૧ ૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
વર્ણ
ગંધ
સંઘાતન
ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્પણ સંહનન (૬) વજઋષભનારા, ઋષભનારાચ, નારાચ, અર્ધનારા,
કિલિકા, સેવાર્ત સંસ્થાન (૬) સમચતુરસ, ચોધપરિમંડળ, સાદિ, કુન્જ, વામન, હુડક
(૫) લાલ, પીળો, કાળો, લીલો, ધોળો
(૨) સુગંધ, દુર્ગધ રસ (૫) ગળ્યો, ખારો, તૂરો, કડવો, તીખો સ્પર્શ (૮) સુંવાળો-ખરબચડો, ઠંડો-ગરમ, હલકો-ભારે, ચીકણો-લૂખો આનુપૂર્વી (૪) નરક, દેવ, મનુષ્ય, તિર્યંચ વિહાયોગતિ (૨) શુભ, અશુભ
ઉપર જણાવેલી ૭૫ પ્રકૃતિ તથા અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ, જિન એ આઠ પ્રત્યેક પ્રકૃતિ; ત્રસ, બાદર, પર્યાપ્તિ, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશઃ એ ત્રસદશક અને તેથી વિપરીત સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્તિ, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ એ સ્થાવરદશક - આમ નામ કર્મની ૧૦૩ ઉત્તર પ્રવૃતિઓ છે.
ગોત્ર કર્મની બે ઉત્તર પ્રવૃતિઓ છે - (૧) ઉચ્ચ ગોત્ર અને (૨) નીચ ગોત્ર
અંતરાય કર્મની પાંચ ઉત્તર પ્રવૃતિઓ છે - (૧) દાનાંતરાય, (૨) લાભાંતરાય, (૩) ભોગાંતરાય, (૪) ઉપભોગવંતરાય અને (૫) વીર્યાતરાય
ઉપર દર્શાવેલી આઠ કર્મોની ઉત્તર પ્રવૃતિઓ સત્તા, ઉદય, ઉદીરણા, બંધ વગેરેની દૃષ્ટિએ કેટલી છે તેની શાસ્ત્રકારોએ બહુ ઝીણવટભરી મીમાંસા કરી છે. સત્તાની અપેક્ષાએ કર્મપ્રકૃતિઓ ૧૫૮ છે. (જો નામ કર્મની ઉપર ગણાવેલ ૧૦૩ પ્રકૃતિઓમાંથી ૧૫ બંધનને બદલે પાંચ બંધન ગણવામાં આવે તો કર્મની સત્તાની અપેક્ષાએ કર્મની ૧૪૮ પ્રકૃતિઓ થાય છે.) ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ ૧૨૨ પ્રકૃતિ છે. નામ કર્મના ૧૦૩ ઉત્તર ભેદોમાંથી પંદર બંધન, પાંચ સંઘાતન અને વર્ણચતુષ્કના ૨૦ ઉપભેદો ન ગણતાં માત્ર ચાર ગણવામાં આવે તો સોળ એમ ૧૦૩માંથી કુલ ૩૬ (૧૫+૫+૧૬) પ્રકૃતિઓ બાદ કરતાં નામ કર્મની ૬૭ પ્રકૃતિઓ થાય છે અને એ પ્રમાણે ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ ૧૨૨ પ્રકૃતિઓ છે. બંધની અપેક્ષાએ ૧૨૨ને બદલે ૧૨૦ પ્રકૃતિ છે. મિથ્યાત્વમોહ, મિશ્રમોહ અને સમ્યકત્વમોહના ત્રણ ભેદને બદલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org