________________
૩૧૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન (૪) મોહનીય કર્મ મદિરા સમાન છે. જેમ મદિરાનું પાન કરવાથી માણસ વિવેકરહિત બની જાય છે, હિતાહિતનો વિચાર પણ કરી શકતો નથી અને અયોગ્ય ચેષ્ટા કરે છે; તેમ મોહનીય કર્મના યોગે જીવ વિવેકરહિત બને છે અને પોતાના આત્મા માટે હેય શું છે? ઉપાદેય શું છે? ઇત્યાદિ વિચાર કરી શકતો નથી. પરિણામે જીવ આત્માનું અહિત કરનારી અયોગ્ય પ્રવૃત્તિ કરે છે. (૫) આયુષ્ય કર્મ બેડી સમાન છે. બેડીમાં બંધાયેલ જીવ અન્યત્ર જઈ શકતો નથી, તેમ આયુષ્યરૂપ બેડીથી બંધાયેલ જીવ વર્તમાન ગતિનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજી ગતિમાં જઈ શકતો નથી. (૬) નામ કર્મ ચિત્રકાર સમાન છે. જેમ ચિત્રકાર માણસ, હાથી, વાઘ, સિંહ આદિની જુદી જુદી આકૃતિઓ ચીતરે છે; તેમ નામ કર્મ અરૂપી એવા આત્માનાં ગતિ, જાતિ અનુસાર શરીર વગેરેનાં રૂપો તૈયાર કરે છે. (૭) ગોત્ર કર્મ કુંભાર સમાન છે. કુંભાર સારા અને ખરાબ એમ બે પ્રકારના ઘડા બનાવે છે. તેમાં સારા ઘડાની કળશરૂપે સ્થાપના થાય છે અને એ ચંદન, અક્ષત, માળા આદિથી પૂજાય છે. ખરાબ ઘડાઓમાં મદ્ય આદિ ભરવામાં આવે છે, તેથી તે ઘડા લોકમાં નિદ્ય ગણાય છે; તેમ ગોત્ર કર્મના યોગે ઉચ્ચ અને નીચ કુળમાં જન્મ પામી જીવની ઉચ્ચરૂપે અને નીચરૂપે ગણતરી થાય છે. (૮) અંતરાય કર્મ ભંડારી સમાન છે. જેમ દાન કરવાની ઇચ્છાવાળા રાજાને તેનો લોભી ભંડારી દાન કરવામાં વિઘ્ન કરે છે, તેમ અંતરાય કર્મ દાન આદિમાં વિન કરે છે.
ગુણ ! કર્મ | ઉપમા અનંત જ્ઞાન જ્ઞાનાવરણીય આંખે પાટા
વિશેષ બોધ ન થાય. અનંત દર્શન દર્શનાવરણીય પ્રતિહાર
સામાન્ય બોધ ન થાય.
મધથી લેપાયેલી અવ્યાબાધ સુખ વેદનીય
સુખ-દુ:ખનો અનુભવ.
અસિની તીક્ષ્ણધાર અનંત ચારિત્ર મોહનીય
મદિરા સાચું શ્રદ્ધાન અને આચરણ નહીં. અક્ષય સ્થિતિ આયુષ્ય
બેડી મનુષ્ય આદિ દેહમાં રહેવું પડે. અરૂપીપણું
નામ
ચિત્રકાર | ગતિ, જાતિ, રૂપાકૃતિ વગેરે વિકાર અગુરુલઘુ
કુંભાર
ઉચ્ચ-નીચનો વ્યવહાર. અનંત વીર્ય અંતરાય
ભંડારી
દાન આદિમાં અંતરાય.
ગોત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org