Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૨
૩૧૩
મિથ્યાત્વમોહનો એક ભેદ જ ગણતાં બંધની અપેક્ષાએ ૧૨૦ પ્રકૃતિ થાય છે. આનું કારણ એ છે કે બંધ તો એક મિથ્યાત્વનો જ થાય છે, પણ જીવ પોતાના અધ્યવસાયો વડે તેના ત્રણ પુંજ કરે છે - અશુદ્ધ, અર્ધવિશુદ્ધ અને શુદ્ધ; જેને અનુક્રમે મિથ્યાત્વમોહ, મિશ્રમોહ અને સમ્યકત્વમોહ કહેવાય છે. આમ, ઉદય તથા ઉદીરણાની અપેક્ષાએ ત્રણ છતાં બંધની અપેક્ષાએ એક પ્રકૃતિ ગણાય છે, તેથી બંધની અપેક્ષાએ કુલ ૧૨૦ પ્રકૃતિ છે.
આમ, કર્મ અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્ય આઠ પ્રકાર છે અને તેની ઉત્તર પ્રકૃતિઓ ૧૫૮ છે. આઠ મુખ્ય કર્મમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મ કહેવાય છે, કારણ કે તે આત્માના સ્વભાવભૂત ગુણોનો ઘાત કરે છે; તથા નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય એ ચાર અઘાતી કર્મ કહેવાય છે, કારણ કે તે આત્માના સ્વભાવભૂત ગુણોનો ઘાત નથી કરતાં પણ પોતપોતાની વિશિષ્ટ શક્તિ જરૂર બતાવે છે, અર્થાત્ પોતપોતાની વિશિષ્ટ અસર જરૂર ઉપજાવે છે. ઘાતી કર્મ – અઘાતી કર્મ અંગે શ્રીમદે વિશદ મીમાંસા કરી છે તે જોઈએ –
કર્મની મૂળ પ્રકૃતિ આઠ, તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની કહેવાય છે.
ચાર ઘાતિનીનો ધર્મ આત્માના ગુણની ઘાત કરવાનો, અર્થાત્ (૧) તે ગુણને આવરણ કરવાનો, અથવા (૨) તે ગુણનું બળવીર્ય રોધવાનો, અથવા (૩) તેને વિકળ કરવાનો છે અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે.
આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દર્શનાવરણીય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભોગઉપભોગ આદિને, તેનાં વીર્યબળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભોગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણ નથી; પણ સમજતાં છતાં ભોગાદિમાં વિપ્ન, અંતરાય કરે છે માટે તેને આવરણ નહીં પણ અંતરાય પ્રકૃતિ કહી. ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૧૦૦૨-૧૦૦૩
'तत्र घातीनि चत्वारि कर्माण्यन्वर्थसंज्ञया । घातकत्वाद्गुणानां हि जीवस्यैवेति वाक्स्मृतिः ।। 'ततः शेषचतुष्कं स्यात् कर्माघाति विवक्षया ।
गुणानां घातका भावशक्तेरप्यात्मशक्तिमत् ।।' નોંધ : કર્મની વિસ્તૃત જાણકારી માટે જિજ્ઞાસુઓએ ‘કર્મગ્રંથ', ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', ‘ષખંડાગમ', ‘ગોમ્મસાર' વગેરે ગ્રંથો અવલોકવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org