Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૦૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન કર્મથી જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ અને પુરુષાર્થમાં બાધા આવે છે.
આ આઠ કર્મમાં મોહનીય કર્મ મુખ્ય છે. જ્ઞાનાવરણીય આદિ ત્રણ ઘાતી કર્મો આત્માના ગુણોને માત્ર આવરણ કરે છે અથવા તે ગુણોના બળને રોધે છે, જ્યારે મોહનીય કર્મ તો તે ગુણોમાં વિકાર ઉત્પન્ન કરે છે. મિથ્યાત્વને વશ એવો આત્મા સ્વસ્વરૂપને ભૂલીને પરમાં આત્મબુદ્ધિ, સુખબુદ્ધિ, આધારબુદ્ધિ, કર્તુત્વબુદ્ધિ, ભોસ્તૃત્વબુદ્ધિ વગેરે અનેક વિપરીત માન્યતાઓ કરે છે. આ ભમણાના કારણે તે કષાય સહિત વતી નવીન કમરજને ગ્રહણ કરે છે. આ ગ્રહણ કરેલો નવીન કમરજનો જથ્થો સાત કે આઠ કર્મપ્રકૃતિમાં વહેંચાઈ જાય છે. આમ, મોહનીય કર્મ નવીન કર્મબંધમાં કારણભૂત થાય છે, તેથી મોહનીય કર્મ આઠે કર્મનું મૂળ છે. સર્વ કર્મોમાં સૌથી વધારે બળવાન હોવાથી તે કર્મનો રાજા કહેવાય છે. તેના બળ ઉપર બીજાં કર્મનું બળ નભે છે અને તેનું બળ ક્ષીણ થતાં અન્ય કર્મનું બળ પણ ક્ષીણ થાય છે. મોહનીય કર્મ હણતાં બાકીનાં બધાં કર્મો ઉપર વિજય મેળવી શકાય છે. આમ, મોહનીય કર્મને હણવું અત્યંત અગત્યનું હોવાથી શ્રીગુરુ કહે છે, “તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ”, અર્થાત્ આઠે કર્મમાં મુખ્ય એવું મોહનીય કર્મ કઈ રીતે હણી શકાય તેનો ઉપાય હવે સમજાવું છું.
તે આત્માના અનંત ગુણો છે. તે અનંત ગુણો કર્મના કારણે આવરિત થયેલા વિશેષાર્થ
1 છે. જેમ વાદળાં સૂર્યને આવરણ કરે છે, તેમ કર્મ આત્માના ગુણોને આવરણ કરે છે. આત્માના પ્રદેશો ઉપર કર્મરૂપી મેલ ચઢક્યો હોવાથી આત્મા મેલો બની ગયો છે. આત્મપ્રદેશો ઉપર કાર્મણ વર્ગણાની સૂક્ષ્મ રજકણો આવીને રહેતી હોવાથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઢંકાઈ જાય છે. આમ, કર્મ આત્મગુણોને આવરણ કરે છે. શ્રીમદ્ કહે છે –
‘આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ ‘કર્મ' કહે છે.”
આત્માના અનંત ગુણોમાં મુખ્ય આઠ ગુણ છે. તે આઠ ગુણો છે - અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાધ સુખ, અનંત ચારિત્ર, અરૂપી, અગુરુલઘુ, અક્ષય સ્થિતિ અને અનંત વીર્ય. આ મુખ્ય આઠ ગુણને આવરણ કરનારાં આઠ પ્રકારનાં કર્મો અનુક્રમે આ પ્રમાણે છે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને અંતરાય. આ આઠ કર્મો આત્મા ઉપર શું અસર કરે છે તે વિષે શ્રીમ મોક્ષમાળા'માં લખે છે –
‘જ્ઞાનાવરણીય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન કરે છે. દર્શનાવરણીય એટલે આત્માની જે અનંત દર્શનશક્તિ છે તેને ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૦૯ (ઉપદેશછાયા-૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org