________________
ગાથા – ૧૦૦
અથી
ગાથા ૯૯માં શ્રીગુરુએ કહ્યું કે કર્મબંધનાં જે જે કારણો છે તેનું સેવન ભૂમિકા
કરવાથી બંધ થાય છે, તેથી એ બંધનો માર્ગ છે - સંસારનો માર્ગ છે અને તે તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે. તેનાથી ભવનો નાશ થાય છે. હવે આ ગાથામાં તેઓ કર્મબંધનાં મુખ્ય કારણો કયાં છે તે બતાવી, વિશેષ સ્પષ્ટતાપૂર્વક પરમાર્થ મોક્ષમાર્ગને પ્રકાશે છે.
જે કારણોના સેવનથી બંધના પંથે આગળ વધાય છે તથા જે કારણોની નિવૃત્તિથી મોક્ષના પંથે આગળ વધાય છે તે બતાવતાં શ્રીગુરુ કહે છે -
“રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; | ગાથા |
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” (૧૦૦) - રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અર્થાત્ એ. [વિના કર્મનો બંધ ન થાય; તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. (૧૦૦). - સમસ્ત સંસાર રાગ અને દ્વેષના પ્રવાહમાં વહે છે. તે પ્રવાહનું મૂળ કારણ ભાવાર્થ
-1 અજ્ઞાન છે. સ્વસ્વરૂપના અજ્ઞાનના કારણે જીવને પરવસ્તુમાં અહં-મમબુદ્ધિ ઊપજે છે અને આ પરવસ્તુ સાથેનો એકત્વ અધ્યાસ જ રાગ-દ્વેષ ઉત્પન્ન કરવાનું મૂળ અને મુખ્ય કારણ છે. ‘દેહ તે હું' એવી દેહમાં અહંબુદ્ધિ એ જ સંસારનું મૂળ કારણ છે. તેના કારણે સ્ત્રી, પુત્ર, ઘર આદિમાં મમબુદ્ધિ ઊપજે છે; તેમનાં રક્ષણાદિ અર્થે કષાયો ઊપજે છે અને તેથી મન-વચન-કાયાના યોગરૂપ ગરનાળામાંથી આવતો કર્મરૂપ પાણીનો ધોધ આત્મપ્રદેશને તરબોળ કરી આત્માને સંસારસમુદ્રમાં ડુબાડે છે. આમ, દેહાત્મબુદ્ધિરૂપ મૂળ ભૂલના કારણે બીજી ભૂલોની પરંપરા ચાલે છે અને તેથી સંસારચક્ર ઘૂમ્યા જ કરે છે.
‘પરનું હું કરી શકું', ‘પરને હું ભોગવી શકું' એવી ભ્રમણારૂપ ખોટું જ્ઞાન, પરવસ્તુથી લાભ થાય એવી માન્યતાપૂર્વકની પ્રીતિ અને પરવસ્તુથી નુકસાન થાય એવી માન્યતાપૂર્વકની અપ્રીતિ કર્મની મૂળ ગાંઠ છે. આત્મજ્ઞાન થતાં નિજના નિરુપાધિક સહજ જ્ઞાનાનંદના સામર્થ્યની ઝલક મળે છે અને ‘દેહાદિથી ભિન્ન હું જ્ઞાન-આનંદનો પિંડ છું' એવો અનુભવ થાય છે. એ અપૂર્વ અનુભવથી જાત અને જગત પ્રત્યેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org