Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા – ૧૦૧
- ગાથા ૧૦૦માં શ્રીગુરુએ નાસ્તિરૂપે મોક્ષમાર્ગ પ્રકાશતાં કહ્યું કે રાગ, દ્વેષ ભૂમિકા
-. અને અજ્ઞાન એ આત્માનું વૈભાવિક પરિણમન છે, અર્થાત્ આત્માની અશુદ્ધ અવસ્થા છે; જેનાથી આત્માની આ અશુદ્ધ અવસ્થાની નિવૃત્તિ થાય તે જ મોક્ષનો પંથ છે. તેના અનુસંધાનમાં આ ગાથામાં આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ સ્વાભાવિક પરિણમન જે રીતે થાય તે મોક્ષનો પંથ છે એમ બતાવી, શ્રીગુરુએ સુગમમાં સુગમ છતાં અત્યંત પરમાર્થગંભીર શબ્દોમાં અસ્તિરૂપે મોક્ષમાર્ગનું પ્રકાશન કર્યું છે.
ગાથા ૧૦૦-૧૦૧માં અત્યંત મહત્ત્વનો મર્મ પ્રતિપાદિત કર્યો છે. રાગ, દ્વેષ અને અજ્ઞાનની જેટલા અંશે નિવૃત્તિ થાય તથા શુદ્ધ સ્વરૂપમાં જેટલા અંશે સ્થિરતા સધાય તેટલું મોક્ષમાર્ગે પ્રયાણ થયું ગણાય. આમ, ગાથા ૧૦૦માં શ્રીગુરુએ વ્યતિરેકથી રાગાદિનિવૃત્તિલક્ષણરૂપ મોક્ષમાર્ગ પ્રકાશ્યો અને તેના ફલિતાર્થરૂપે આ ગાથામાં શુદ્ધાત્મપ્રવૃત્તિલક્ષણરૂપ મોક્ષમાર્ગનું કથન કરતાં તેઓ કહે છે -
આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; | ગાથા
જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત.” (૧૦૧) સત” એટલે “અવિનાશી', અને “ચૈતન્યમય' એટલે “સર્વભાવને પ્રકાશવા
રૂપ સ્વભાવમય' “અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો', “કેવળ' એટલે “શુદ્ધ આત્મા' પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષમાર્ગ છે. (૧૦૧)
આ ગાથામાં શ્રીગુરુએ આત્માના શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરાવી, તે સ્વરૂપ નવાબ] જે માર્ગે પામી શકાય તે માર્ગને મોક્ષનો પંથ કહ્યો છે, અર્થાતુ શુદ્ધાત્માનો અનુભવ અને તેમાં જ સ્થિરતા જે રીતે થાય તે જ મોક્ષનો ઉપાય છે એમ જણાવ્યું છે. આત્મા “સતું' છે, એટલે કે તે વિદ્યમાન છે. આત્મા વાસ્તવિક પદાર્થ છે. તે ભૂતોમાંથી પ્રગટેલો પદાર્થ નથી, પણ સ્વતંત્ર પદાર્થ છે. તે કદી નાશ ન પામે એવો, ત્રણે કાળ રહેવાવાળો, અવિનાશી પદાર્થ છે. આત્માનું લક્ષણ “ચૈતન્યતા' છે, અર્થાત્ તે જ્ઞાનસ્વરૂપ છે. ત્રણે કાળ જાણ્યા કરવું એ જ તેનો સ્વભાવ છે. આત્મા જ્ઞાયકસ્વભાવી હોવાથી જ્ઞાન સિવાયની અન્ય કોઈ ક્રિયા તેની સ્વાભાવિક ક્રિયા નથી, અર્થાત્ રાગાદિ ભાવ એ તેનું સ્વાભાવિક પરિણમન નહીં પણ વૈભાવિક પરિણમન છે. બાહ્ય દષ્ટિએ જોતાં આત્મા દેહાદિરૂપે કે રાગાદિરૂપે દેખાય છે, પણ તે માત્ર આભાસ છે. તે તેનું સાચું સ્વરૂપ નથી. આત્મા “સર્વ આભાસથી રહિત છે, અર્થાત્ સમસ્ત પ્રકારના પર
અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org