Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૧
૨૯૫
આત્મદ્રવ્ય સૂક્ષ્મ છે, તેથી ઉપયોગને સૂક્ષ્મ કરવાથી, એટલે કે જ્ઞાનને અંતરમાં વાળવાથી તે પકડાય છે. જ્ઞાનને સૂક્ષ્મ કરી, અંતર્મુખ કરતાં આત્મદ્રવ્ય પકડાય છે. બહિર્મુખ વર્તતું જ્ઞાન ધૂળ છે. આત્મસ્વરૂપ અનંત ગુણોથી ભરપૂર હોવા છતાં પણ તે સૂક્ષ્મ છે. એવી નિજજ્ઞાયકવસ્તુને, ઉપયોગને સૂક્ષ્મ કરીને લક્ષમાં લેવામાં આવે તો તે અનુભવમાં આવે. જેમ હીરા-મોતી સાણસાથી પકડી ન શકાય, તેના માટે ખાસ પ્રકારનો ચીપિયો જોઈએ; તેમ આત્મા સૂક્ષ્મ છે, ઉપયોગ સૂક્ષ્મ કરીને લક્ષગત કરે તો તે પકડમાં આવે છે. જે ભવ્ય છૂટવાનો કામી છે, તેને સ્વકાર્ય કરવાની તીવ્ર રુચિ હોવાથી તેના ઉપયોગમાં સૂક્ષ્મતા આવે છે. પુરુષાર્થ ઉગ્ર થતાં આત્મ-આશ્રયનું બળ વધતું જાય છે. આ રીતે જ્ઞાનસ્વભાવી આત્માનો જે નિર્ણય કરે છે, તેનું પરિણમન જ્ઞાયકસ્વભાવ તરફ ઢળે છે અને તેને અલ્પ કાળમાં આત્મજ્ઞાન થાય છે. ઉપરથી જુદો હું સ્વાધીન જ્ઞાનસ્વભાવી આત્મા છું' એમ જેણે નક્કી કર્યું, તે સ્વભાવનો લક્ષ કરી અલ્પ કાળમાં આત્મ-અનુભવ કરે જ છે. તે જ્ઞાનસ્વરૂપને પ્રત્યક્ષપણે વેદે છે. જ્ઞાનસ્વભાવનો બોધ આપનાર સદ્ગુરુ તો પવિત્ર જ છે, તેમના અવલંબને જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરનાર પણ પવિત્ર થયા વગર રહેતો નથી. નિરંતર અભ્યાસથી તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરે જ છે.
આમ, આત્માનું જેવું સ્વરૂપ છે તેવું સદ્ગુરુના બોધ અનુસાર યથાર્થ જાણી, અંતર્મુખ થવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. સ્વરૂપની આત્મલક્ષી યથાર્થ વિચારણા કરવાથી પર પ્રત્યેના રસમાં ક્ષતિ આવે છે અને સ્વરૂપરસ ઘૂંટાય છે. કદાચિત્ કશે પણ પરરસ તીવ્ર થઈ જાય તો પણ ત્યાં તત્ક્ષણ ક્ષોભ ઉત્પન થઈ આવતાં તે રસ વૃદ્ધિ પામતો નથી અને તેવી સ્થિતિમાં દિશા બદલવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. સ્વભાવના નિર્ણયના આધારે જીવ અંતર તરફ વળે છે. પર તરફથી પાછો ફરીને પોતાના જ્ઞાનસ્વભાવ તરફ વળે છે. જે સ્વભાવનો નિર્ણય કર્યો છે તે સ્વભાવ તરફ તેનું જ્ઞાન વળે છે. હું તો ધ્રુવ જ્ઞાનસ્વભાવ છું' એમ અંતસ્તત્ત્વ ઉપર જોર જતાં જ પર્યાય તે તરફ વળે છે. આત્મા જ્ઞાનસ્વભાવી જ છે. જ્ઞાનસ્વભાવમાં રાગાદિ ન આવે, જ્ઞાનસ્વભાવમાં ઇન્દ્રિય કે મનનું અવલંબન પણ ન આવે; એટલે જ્યાં હું જ્ઞાનસ્વભાવી છું' એમ આત્મતત્ત્વનો નિર્ણય કર્યો ત્યાં જ્ઞાન ઇન્દ્રિયોથી તથા રાગથી પાછું વળીને જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકે છે. નિર્ણયની ભૂમિકામાં જો કે હજી વિકલ્પ છે, હજી આત્મા પ્રગટ પ્રસિદ્ધ થયો નથી; અવ્યક્તપણે નિર્ણયમાં આવ્યો છે, પણ સાક્ષાત્ અનુભવમાં આવ્યો નથી. તેને અનુભવમાં લેવા માટે નિર્ણય સાથે જે વિકલ્પ હોય છે, તે વિકલ્પમાં ન અટકતાં આગળ વધવાનું છે. જ્ઞાનને વિકલ્પથી ખસેડીને સ્વભાવમાં વાળવાનું છે. ઇન્દ્રિયો કે મન તરફ અટકેલું જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરી શકતું નથી, અનુભવી શકતું નથી, પણ તે પર તરફનો ઝુકાવ છોડીને જ્ઞાનને આત્મસન્મુખ કરવું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org