Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૧
૨૯૩ પ્રવેશી શકતાં નથી. આવા પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાનસ્વરૂપ નિજ ધ્રુવ આત્મા તરફ દષ્ટિ લક્ષગત થતાં પર્યાયદષ્ટિ ટળે છે. નિજ શુદ્ધ સ્વભાવનું લક્ષ કરવાથી અનાદિની ભાંતિ મટી આત્મજ્ઞાન થાય છે.
ચલચિત્રના પડદા ઉપર જેમ જુદાં જુદાં ચિત્રો એક પછી એક ક્ષણભર માટે ઝળકી જાય છે, પરંતુ એની કોઈ અસર પડદાને થતી નથી, ચિત્રો પલટાતાં જાય પણ પડદો તો જેવો હતો તેવો જ રહે છે; તેમ જીવની મન-વાણી-કાયાની પર્યાયો કાળના પ્રવાહ સાથે દેખાઈને વિલીન થઈ જાય છે, જ્યારે એને નીરખનાર ચેતના, પડદાની જેમ એ પ્રવાહથી અસ્કૃષ્ટ અને અદૃશ્ય રહે છે. એ જ જીવનું અસલી સ્વરૂપ છે. પરંતુ જીવ એ ભૂલી ગયો છે અને શરીરાદિ પરસંયોગ સાથે તેણે તાદાભ્ય સ્થાપી દીધું છે. જો ચલચિત્ર જોનાર ભૂલી જાય કે પડદો અસ્પૃષ્ટ છે અને ચલચિત્રનાં દશ્યો વાસ્તવિક નથી, તો તે ચલચિત્રનાં દશ્યો અને પ્રસંગો સાથે તન્મય થઈને રાગ-દ્વેષની ચગડોળે ચડે છે; તેમ પસંયોગોની ક્ષણભંગુર રમતમાં તન્મય થઈ જીવ ભૂલી જાય છે કે “આ પસંયોગ શાશ્વત સત્ય નથી, જ્યારે હું તો શાશ્વત તત્ત્વ છું, જ્ઞાતા-દ્રષ્ટા છું'; અને પરિણામે તે હર્ષ-શોકના હિલોળે ચડીને દુ:ખોની પરંપરામાં ગૂંચવાઈ જાય છે. સુખની પ્રાપ્તિ કરવી હોય તો જીવે જે સ્વ નથી તેની સાથેનું તાદાભ્ય છોડવું પડશે. શરીર સાથે, વિચાર સાથે, ભાવ સાથે, જેની જેની સાથે તાદાભ્ય હોય તે બધા સાથેના તાદાભ્યના સંબંધો તોડી નાખવા પડશે. અનાત્મ સાથેનું તમામ તાદાભ્ય છોડવાનો અભ્યાસ અવિરતપણે કરવો પડશે. અનાત્મ સાથેના અતાદાભ્યમાંથી જે પ્રગટશે તે જ આત્મા છે. પરિવર્તનશીલને છોડીને અપરિવર્તનશીલ તરફ જવું એ જ સાધનાની દિશા છે. જે કાંઈ પરિવર્તનશીલ છે તે ‘હું' નથી એમ જાણવું. જ્ઞાની પુરુષોના આ બોધને કેન્દ્રીભૂત કરવો કે પલટાતા દશ્યપર્યાય નહીં પણ એ પરિવર્તનશીલ પર્યાયધારાને જોનાર સ્થિર અદષ્ટ તત્ત્વ એ જ હું છું' - એમ જ્ઞાનસ્વરૂપ શાશ્વત અસ્તિત્વ સાથે તાદાભ્ય સ્થાપવું ઘટે છે. કાળ સાથે સંબંધ ધરાવનાર આભાસિક પર્યાયને મહત્ત્વ ન આપવું જોઈએ. શરીર અને વિચાર બન્ને માટે એવું ભાન રહે કે “તે સર્વ મારી સત્તા નથી.' સવારથી સાંજ, સાંજથી સવાર, આ વાત ઘોલન કર્યા કરવાની છે. શરીરને જ્યારે જાણો ત્યારે એમ માનવું જોઈએ કે “આ શરીર તે હું નથી.' રાગને જ્યારે જાણો ત્યારે જાણવું જોઈએ કે ‘આ રાગ તે હું નથી.'
સમ્યક સ્મૃતિની આ સાધનાથી ક્રમશ: તાદાભ્યની મોહનિદ્રા તૂટતી જાય છે અને જાગૃતિ આવતી જાય છે. પોતાની કર્મકૃત અવસ્થાઓ સાથેનું તાદાભ્ય તૂટતાં અને સઘળાં પરિવર્તનોને સાક્ષીભાવે જોવાનું સામર્થ્ય કેળવવાથી કર્મકૃત અવસ્થાઓથી પર પોતાની તાત્ત્વિક સત્તાની જાગૃતિ સતત રહેતાં શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org