________________
૨૮૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ભ્રમણનો કાળ મર્યાદિત બની જાય છે. રાગ-દ્વેષરહિત થવાના પુરુષાર્થ વડે તેઓ મોક્ષને બનતી ત્વરાએ પ્રાપ્ત કરી લે છે. શ્રીમદ્ કહે છે –
કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી, નિમિત્ત કારણનો જોગ પામી કરેડિયાં કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યો કે ચોથામાં આવે છે, અને ચોથામાં આવ્યો કે વહેલોમોડો મોક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે.૧ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘રાગ, દ્વેષ, અજ્ઞાન એ, કર્મગ્રંથિ કઠોર; ઘણી આકરી તેહથી, જીવનું ચાલે ન જોર. મહા મોહનીરૂપ એ, મુખ્ય કર્મની ગ્રંથ; ભવસ્થિતિ પાક્યા વિના, થાય ને તેનો અંત. ભવસ્થિતિ પરિપાકથી, સદ્ગુરુ સેવા યોગ; થાય નિવૃત્તિ જેહથી, જિન દર્શન અનુયોગ. ભાવદયા નિજભાવથી, અનંત ચતુષ્ટયવંત; સેવે અનુભવ આત્મનો, તે જ મોક્ષનો પંથ. ૨
૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૫ર (વ્યાખ્યાનમાર-૧, ૧૪૦) ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૯ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૩૯૭-૪૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org