Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૭૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન પોતાના ઘરના આંગણે રમવા માટે આવી ગયા હોય, તો પણ તેમને જોઈને મારાપણાની માન્યતા થતી નથી, પરંતુ આ મારા છોકરા નથી' એમ જાણી તેમને કાઢી મૂકવામાં આવે છે; તેમ જ્ઞાનીને ચૈતન્યમૂર્તિ આત્મામાં રાગ-દ્વેષની જે મલિન વૃત્તિ દેખાય છે તેનો તેઓ પૂર્ણ સ્વભાવ પ્રત્યેની દષ્ટિના બળ વડે અભાવ કરે છે.
આમ, જ્ઞાનીને રાગ વખતે પણ તે રાગનો નિષેધ કરનાર સમ્યક શ્રદ્ધા-જ્ઞાન સતત વર્તે છે. ચારિત્રની કચાશથી જે રાગ ઉત્પન્ન થાય છે તે શ્રદ્ધા જ્ઞાનને મિથ્યા કરી શકતો નથી. જ્ઞાનીનાં શ્રદ્ધા-જ્ઞાન દ્રવ્યસામાન્યને વળગીને રહે છે, બન્નેની સ્વભાવ ઉપર મજબૂત પકડ હોય છે. ચારિત્રની પકડ ચુકાઈ જાય તો પણ શ્રદ્ધા-જ્ઞાનથી દઢપણે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને રહી રાખેલ હોવાથી જ્ઞાનીને ઊની આંચ પણ નથી આવતી. રાગની વિદ્યમાનતામાં પણ તેનો સતત નિષેધ જ થતો રહે છે. રાગાદિ ભાવો થાય છે તે જ્ઞાનમાં જણાય છે, પણ તેમનું જ્ઞાન તે ઉદયભાવથી લેવાઈ જતું નથી. રાગ વખતે જ રાગને રાગ તરીકે જાણી લીધો હોવાથી તે રાગને જાણનારું જ્ઞાન રાગથી જુદું રહે છે અને આત્મા સાથે એકતા કરે છે. જ્ઞાની જ્ઞાનને પોતાપણે અંગીકાર કરે છે અને રાગને બંધનપણે જાણીને તેને છોડી દે છે. રાગ વખતે પણ ‘આ રાગ જણાય છે તે મારા જ્ઞાનનું સામર્થ્ય છે, રાગનું સામર્થ્ય નથી' એમ રાગથી ભિન્ન જ્ઞાનસામર્થ્યનું ભાન હોવાથી તેમને એકલું જ્ઞાતાપણું રહી જાય છે અને પરિણામે રાગ ટળતો જાય છે. ગમે તેવા પ્રસંગ વખતે પણ સમયે સમયે સ્વભાવમાં જ્ઞાનની એકતા વધતી જાય છે અને રાગ તૂટતો જાય છે. આમ, આત્મજ્ઞાનના બળ વડે બધા જ રાગાદિનો પ્રાંતે નાશ થઈ જાય છે. શ્રીમદ્ લખે છે –
“રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે.'
જડ કર્મના ઉદય વખતે થતાં રાગાદિ ભાવો આસવતત્ત્વ હોવાથી જ્ઞાનતત્ત્વથી તે ભિન્ન છે એવા ભેદજ્ઞાનપૂર્વક જ્ઞાની તે ઉદયભાવોને છોડે છે અને હું તો એકમાત્ર જ્ઞાયકભાવ છું' એમ અનુભવે છે. આવા અનુભવના કારણે તેમને સંવર થાય છે. નવીન કર્મનું બંધન થતું નથી અને સાથે સાથે નિર્જરા પણ થાય છે. જેમ સોનું કાદવના સંયોગમાં હોય કે અગ્નિના સંયોગમાં હોય, સોનું તો સોનું જ રહે છે, તેમ કર્મના અનેકવિધ સંયોગમાં પણ જ્ઞાનીનું જ્ઞાન તો જ્ઞાન જ રહે છે. ભોગપભોગના કાળ વખતે પણ આવું ભેદજ્ઞાન જ્ઞાનીને વર્તતું હોવાથી તેમને ક્ષણે ક્ષણે અનંત કર્મોની નિર્જરા થયા જ કરે છે. તેમને અલ્પ રાગાદિ ભાવ અને અલ્પ કર્મબંધન છે, પણ તે ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૩૧ (પત્રાંક-૩૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org