________________
ગાથા-૧૦૦
૨૭૯
રાગ અને કર્મ બનેથી ભિન્નપણે જ, માત્ર જ્ઞાયકભાવરૂપે જ્ઞાની પોતાને અનુભવે છે. તેઓ પોતાને રાગપણે કર્મપણે અનુભવતા નથી, માટે જ્ઞાનરૂપે જ પરિણમતા જ્ઞાનીને ખરેખર બંધન નથી.
અજ્ઞાન જેમનું નિવૃત્ત થયું છે તેમને આવી અભુત આત્મદશા પ્રગટે છે. તેમની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે. તે મહત્વપુરુષોને ધન્ય છે. સમ્યકત્વ પ્રગટાવ્યા પછી તેમને સતત શુદ્ધ ચૈતન્યસ્વભાવનું અનુસંધાન હોવાથી તેમને રાગ-દ્વેષનું કર્તા-ભોક્તાપણું નથી, પણ એકમાત્ર જ્ઞાતાપણું છે અને તેથી તેમને બંધન, દુઃખ કે સંસાર હવે રહેતાં નથી. સત્તામાં પડેલાં શેષ કર્મો આત્મસ્વરૂપનાં યથાર્થ શ્રદ્ધા-જ્ઞાન-રમણતાનાં પરિણામે ખરવા લાગે છે, દૂર થવા લાગે છે. આધ્યાત્મિક વિકાસ ક્રમશઃ પરિપૂર્ણતાને પામતો જાય છે અને અંતે આત્મા સાથે એકક્ષેત્રાવગાહે રહેલ સર્વ કર્મપુદ્ગલો જ્યારે નિર્જરી જાય છે ત્યારે સર્વ પ્રકારે પૂર્ણતા-શુદ્ધતા-શ્રેષ્ઠતાને પ્રાપ્ત થયેલ તે પરમાત્મા ઊર્ધ્વગમન કરી સિદ્ધાલયમાં બિરાજે છે.
આમ, કર્મની મુખ્ય ગાંઠ એવાં રાગ-દ્વેષ-અજ્ઞાનના નાશથી અબંધદશા પ્રાપ્ત થાય છે તથા પૂર્વકર્મની વિપુલ નિર્જરા થઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે; માટે રાગ-દ્વેષઅજ્ઞાનરહિત થવું તે જ મોક્ષનો ઉપાય છે, ધર્મ છે. આ ધર્મસાધનાનું યથાર્થ સ્વરૂપ જાણી-સમજી તેની સમ્યક્ આરાધના કરવી જોઈએ. રાગ-દ્વેષનો નાશ કરવા માટે સૌ પ્રથમ તેના આધારરૂપ અજ્ઞાનનો નાશ કરવો જોઈએ. દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાનમંથિ દૂર થતાં રાગ-દ્વેષનાં મૂળ જ નષ્ટ થઈ જાય છે. જીવનાં વિકારી પરિણામને મિથ્યા અભિપ્રાયનો બળવાન આધાર રહેતો હોવાથી તે પરિણામને મટાડવાં દુષ્કર બને છે. જો અભિપ્રાય સમ્યક્ થાય તો વિભાવભાવ લાંબા સમય સુધી જીવિત રહી શકતો જ નથી, બલ્ક તે અલ્પ કાળમાં વિલય પામે છે. જેમ મૂળમાંથી ઉખડેલ વૃક્ષનાં પાંદડાં-ડાળ વગેરે થોડો વખત સુધી જીવંત જણાય છે, પણ પોષણના અભાવથી તે પાંદડાં-ડાળખાં વહેલા-મોડાં સુકાઈ જ જાય છે; તેમ જેમના સંસારવૃક્ષનું અજ્ઞાનરૂપી મૂળ નાશ પામ્યું છે, તેમનાં રાગ-દ્વેષરૂપ પાંદડાં થોડા કાળ સુધી તો લીલાંછમ જણાય છે, પણ તેને પોષણ મળતું ન હોવાથી સર્વ રાગ-દ્વેષ વહેલા-મોડા સમેટાઈ જાય છે.
સંસારનો મૂળ આધાર એવું અજ્ઞાન નાશ પામ્યું હોવાથી અન્ય દોષો પણ નષ્ટ થઈ જાય છે. સ્વસ્વરૂપ અંગેની અજ્ઞાનરૂપ અનાદિ મૂળ ભૂલ ભાંગી હોવાથી અન્ય ભૂલોનાં પણ ઊઠમણાં થાય છે. તેમની સ્વરૂપરમણતા વધતી જાય છે અને રાગ-દ્વેષનો પૂર્ણ વિલય કરી અંતે તેઓ શુદ્ધ સ્વભાવમાં પૂર્ણપણે સ્થિત થઈ જાય છે. આમ, દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાનગંથિનો છેદ થતાં, અર્થાતુ ગ્રંથિભેદ થતાં અનંતાનુબંધી પ્રકારના તીવ્ર રાગ-દ્વેષ થતા નથી અને તેથી જન્મ-મરણની પરંપરા નભી શકતી નથી, ભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org