Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૦
૨૬૩
ઘટત, તેટલા પ્રમાણમાં આત્મા સુખ અનુભવત. આમ, રાગ-દ્વેષ એ જ દુ:ખ છે અને તેનો અભાવ એ સુખ છે. જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષનો અભાવ થાય તેટલા પ્રમાણમાં સુખ પ્રગટે છે. રાગ-દ્વેષના અભાવનો ઉપાય તે ધર્મ છે.
ધર્મની વ્યાખ્યા મુખ્યત્વે ચાર પ્રકારે જોવા મળે છે - (૧) સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની એકતા ધર્મ છે. (૨) વસ્તુસ્વભાવ ધર્મ છે. (૩) ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણ ધર્મ છે. (૪) અહિંસા પરમ ધર્મ છે. આ ચાર વ્યાખ્યામાં રાગ-દ્વેષનો અભાવ, અર્થાત્ વીતરાગતાનું લક્ષ જ ગૂંથાયેલ છે. જુઓ – (૧) રાગ-દ્વેષ આત્માની અશુદ્ધિ છે. આ અશુદ્ધિને વિકાર માની તેના અભાવરૂપ સ્વભાવની શ્રદ્ધા કરવી તેને સમ્યગ્દર્શન કહે છે. રાગ-દ્વેષથી ભિન્ન ચૈિતન્યસ્વભાવ જાણવો તેને સમ્યજ્ઞાન કહે છે અને પોતાના ચૈતન્યસ્વભાવમાં સ્થિરતા કરવી તેને સમ્યકુચારિત્ર કહે છે. સ્વભાવમાં જેટલી સ્થિરતા તેટલો રાગ-દ્વેષનો અભાવ અને તેટલો ધર્મ, સ્વભાવમાં પૂર્ણપણે સ્થિર થતાં સમસ્ત રાગ-દ્વેષનો અભાવ થાય છે. તે સમ્યક ચારિત્રની પૂર્ણતા છે અને તે ધર્મની પણ પૂર્ણતા છે. આ પ્રકારે રાગ-દ્વેષનો અભાવ એ જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ ધર્મ છે. (૨) વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આત્માને સ્વભાવમાં ધારી રાખે, તેને સ્વભાવમાંથી પરભાવમાં જવા ન દે એને ધર્મ કહ્યો છે. જેમ જળનો સ્વભાવ શીતળતા છે, અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે, તેમ જીવવસ્તુ જ્ઞાન-દર્શનમય ચેતના સ્વરૂપ છે. તે ચેતના શુદ્ધ સ્વરૂપે પરિણમે તે ધર્મ છે. જ્યાં રાગ-દ્વેષની પુષ્ટિ થતી હોય અને શુદ્ધ ભાવની પુષ્ટિ થતી ન હોય ત્યાં ધર્મ નથી. જીવ ધર્મસ્થાનકોમાં અને ધર્મક્રિયાઓ કરવામાં કલાકો ગાળતો હોય, પણ જો પરભાવમાં રમણતા હોય તો ત્યાં ધર્મ નથી. રાગ-દ્વેષરૂપ સંક્લેશપરિણામના અભાવરૂપ, વીતરાગભાવરૂપ શુદ્ધ પરિણામને શ્રી જિનેશ્વરદેવે ધર્મ કહ્યો છે. તાત્પર્ય કે આત્મા રાગ-દ્વેષાદિરૂપ ન પરિણમે અને પોતાના સ્વભાવમાં સ્થિત રહે તે ધર્મ છે. (૩) ક્રોધ કષાયનો અભાવ તે ક્ષમા છે, માનનો અભાવ તે માર્દવ છે, માયાનો અભાવ તે આર્જવ છે અને લોભનો અભાવ તે સંતોષ છે. આ રીતે ધર્મનાં દસ લક્ષણો દ્વારા કષાયોના અભાવને, અર્થાત્ રાગ-દ્વેષના અભાવને ધર્મ કહ્યો છે. (૪) રાગ-દ્વેષ આત્માના વીતરાગસ્વભાવના ઘાતક છે, રાગ-દ્વેષની હયાતી જ આત્મસ્વભાવનો ઘાત કરે છે, તેથી તે આત્માની હિંસા છે. રાગ-દ્વેષના અભાવમાં આત્મસ્વભાવનો ઘાત થતો નથી, તેથી તેને અહિંસા કહે છે. જીવઘાત એ બાહ્ય હિંસા છે અને તે પણ અંતરમાં રાગ-દ્વેષ હોવાના કારણે થાય છે. રાગ-દ્વેષની તીવ્રતામાં અસાવધાનીથી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org