________________
૨૭૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જેણે પોતાનું વર્તમાન સુધારી લીધું છે તેને ભવિષ્યની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તેનું ભવિષ્ય આપોઆપ સુધરી જાય છે. તેને સુરક્ષાનો અનુભવ નિરંતર થયા કરે છે. આવું વર્તમાનમાં જીવવું એ જ યથાર્થ જીવવું છે, કારણ કે વીતેલી ક્ષણ અત્યારે વિદ્યમાન નથી. એનું માત્ર સ્મરણ થઈ શકે, એમાં જીવન જીવી ન શકાય. એ જ રીતે આવનારી ક્ષણ હજી ઉત્પન્ન થઈ નથી, તેની તો કલ્પના કે કામના જ થઈ શકે છે, યથાર્થ દર્શન નહીં. તેથી સાચો સાધક વર્તમાનમાં જ જીવવા ઇચ્છે છે. વર્તમાનમાં જીવવું એટલે આ ક્ષણે જે કંઈ અનુભવ થઈ રહ્યો છે તેના પ્રત્યે જાગૃત થઈને જીવવું - ન ફરિયાદ, ન ફેરફાર, પ્રતિક્રિયારહિત કેવળ જાગૃતિ.
આમ, સાધકે પ્રતિક્રિયા કર્યા વિના પ્રસંગોને જ્ઞાતા-દ્રષ્ટાભાવે જોવાનો અભ્યાસ કરવો જોઈએ. કર્મકૃત સંગ-પ્રસંગમાં ઇષ્ટ-અનિષ્ટના વિકલ્પ ઊઠે કે તરત જ તેનો નાશ કરવો ઘટે. કર્મના વિપાકને જ્ઞાતા-દ્રષ્ટાભાવે નિહાળવાના આ અભ્યાસથી નવા સંસ્કાર નંખાતા નથી અને જૂના સંસ્કારને પોષણ ન મળવાથી, એનો આધાર તૂટી જવાથી એ પણ ક્ષીણ થઈ જાય છે. તેથી સાધકે પ્રસંગોથી પ્રભાવિત થયા વિના, તેનાથી અલિપ્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેણે પોતાની વૃત્તિને દર્પણ જેવી બનાવવી જોઈએ. વીતરાગવૃત્તિનો અભ્યાસ એટલે દર્પણ જેવા બનવાની સાધના.
દર્પણનો ધર્મ છે - ‘સ્વાગત બધાનું પણ સંગ્રહ કોઈનો નહીં. તેથી જો દર્પણ જેવા બનવાની સાધના કરવી હોય તો પ્રત્યેક વસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિ જેમ છે તેમ માત્ર જોવી-જાણવી. તેના પ્રત્યે સારા-ખરાબનું મૂલ્યાંકન થવા ન દેવું. કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા થવા ન દેવી. દર્પણની સામે ગમે તે આવે, તેનું માત્ર સ્વાગત થાય છે તેનો સંગ્રહ નહીં. તેમ જ્ઞાતા-દ્રષ્ટાભાવે રહેવાથી સંસ્કારરૂપે સંગ્રહ થતો નથી. કિંતુ ધૂળ જેમ દર્પણને ઢાંકી દે છે, તેના સહજ ધર્મને આવરિત કરી દે છે; તેમ કોઈ પણ વસ્તુવ્યક્તિ-પરિસ્થિતિ પ્રત્યે પૂર્વનિર્ધારિત વિચાર કે તેના વિષે બાંધેલા અભિપ્રાયાદિ ધૂળની જેમ ચિત્તપટ ઉપર આવી તેને આવરિત કરી દે છે. વિચારોનો ખૂબ પરિગ્રહ હોય, ચિત્ત ગ્રંથિઓથી બંધાયેલું હોય તો દર્શન શુદ્ધ થઈ શકતું નથી. તેથી સાધક માટે અત્યંત આવશ્યક છે કે ઇષ્ટ-અનિષ્ટ કલ્પનાઓને તજવી અને વસ્તુ-વ્યક્તિ-પરિસ્થિતિનાં સ્વરૂપ સંબંધી વિવેક પ્રગટાવવો. ઉપર ઇષ્ટ નથી કે અનિષ્ટ નથી, પર તો મારા જ્ઞાનનો વિષયમાત્ર છે' - આવી જ્યાં જાગૃતિ હોય છે ત્યાં જીવને રાગ-દ્વેષ ઊપજતા નથી અને માત્ર જ્ઞાયકભાવે રહેવ
આમ, પ્રાપ્ત પરિસ્થિતિને રાગ-દ્વેષ કર્યા વિના જ્ઞાયકભાવે વેદી લેવાથી નવા કર્મનું બીજ નષ્ટ થાય છે, અર્થાત્ સંવર સધાય છે અને સાથે સાથે જૂના કર્મની નિર્જરા પણ થતી રહે છે. અગ્નિનો એક તણખો પડતાં જૂના ઘાસની ગંજી ભડભડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org