Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧OO
૨૭૧
કે તેનો તિરસ્કાર કર્યા વિના, તટસ્થ રહી તેના પ્રતિ જાગૃત રહે - આવી પ્રતિકારમુક્ત કેવળ જાગૃતિ, અર્થાત્ બાહ્ય સંજોગોનો સ્વીકાર કરી શાંત રહેવું, વિકલ્પોથી નિવૃત્ત થવું, શુદ્ધ ભાવમાં ઠરવું એ જ મુક્તિપથ છે. કર્મના ઉદયે જે સંગ-પ્રસંગ પ્રાપ્ત થાય છે તેમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કર્યા વિના, કોઈ પણ પ્રકારની રાગાત્મક કે વૈષાત્મક પ્રતિક્રિયા વિના, ધ્રુવ સ્વભાવના અવલંબને જે ટકે છે તે જ સાચો ધર્માત્મા છે.
પદાર્થવિજ્ઞાનનો એક નિયમ છે કે ક્રિયાની સાથે પ્રતિક્રિયા અનિવાર્ય છે. વિશ્વમાં ક્રિયા-પ્રતિક્રિયાનું ચક્ર હંમેશાં ચાલતું જ રહે છે, પરંતુ તેમાં એક અપવાદ નોંધાયો છે. પદાર્થની વિભિન્ન અવસ્થાઓના નિરીક્ષણના પ્રયોગોમાં તાપમાનને ઘટાડતાં ઘટાડતાં, તેને પરમ શૂન્ય - Absolute Zero' (-273-15°C) સુધી લઈ જતાં વૈજ્ઞાનિકોએ એક અદ્ભુત ઘટના જોઈ. તેમણે જોયું કે પરમ શૂન્યની નજીક પહોંચતાં એકાએક પદાર્થની પ્રતિરોધકશક્તિ અદશ્ય થઈ જાય છે! ભૌતિક વિજ્ઞાનના આ પરમ શૂન્યના ચમત્કારની પ્રતિકૃતિ આધ્યાત્મિક જગતમાં પણ જોવા મળે છે. સાધના દ્વારા સ્વરૂપાનુસંધાનનો અભ્યાસ કરી સાધક જેમ જેમ નિર્વિકલ્પ અવસ્થારૂપ ‘શૂન્ય'ની નજીક પહોંચતો જાય છે, તેમ તેમ તે પ્રતિક્રિયાથી પર થતો જાય છે. પછી કર્મનાં બંધન એના ઉપર પકડ જમાવી શકતાં નથી અને એનાં જ્ઞાન તથા આનંદને મર્યાદિત કરનારી પાંખો પણ તૂટી પડે છે.
આમ, જીવનની પરિસ્થિતિ જે પણ હોય એના પ્રત્યે નહીં રાગ કે નહીં તેષ, અર્થાતુ અનુકૂળને વળગી રહેવાની તેમજ પ્રતિકૂળને દૂર હડસેલવાની અનંત જન્મોથી પોષાતી આવેલી વૃત્તિને પોષવાને બદલે પ્રાપ્ત સ્થિતિનો શાંત સ્વીકાર કરવાના અભ્યાસ વડે નવાં કર્મોની ઉત્પત્તિનું બીજ જ નષ્ટ થઈ જાય છે. વર્તમાન પરિસ્થિતિ પ્રત્યે સમત્વમંડિત સાક્ષીભાવ, શાંત સ્વીકારનો અભિગમ જીવને ક્ષણે ક્ષણે મુક્તિની નિકટ લઈ જાય છે. પોતાની આજુબાજુ આકાર લેતી સર્વ પ્રિય-અપ્રિય ઘટનાઓનો શાંત સ્વીકાર એ જ સાધનાનો સાર છે. પ્રતિપળ પ્રતિક્રિયારહિતની જાગૃતિ એ જ ધર્મ છે. સમગ્ર ક્રિયાઓ - વ્રત, તપ, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રાભ્યાસ આદિ આ જ જાગૃતિ કેળવવા અને ટકાવવા અર્થે છે. શ્રી ચિદાનંદજી મહારાજ પણ પરમાત્મ છત્રીસી'માં કહે છે –
કાહેણું ભટકત ફિરે, સિદ્ધ હોનેકે કાજ; રાગ દ્વેષકું ત્યાગ દે, વો હી સુગમ ઇલાજ. તપ જપ સંજમ સબ ભલે, રાગ-દ્વેષ જ નહિ;
રાગ-દ્વેષકે જાગતે, એ સબ ભએ વૃથા હિ.” ૧- શ્રી ચિદાનંદજીરચિત, પરમાત્મા છત્રીસી', ગાથા ૧૯, ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org