Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૭)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન અનાદિથી ચાલી આવી છે. જો પુદ્ગલની ક્રિયા કોઈ અન્ય દ્રવ્ય દ્વારા થઈ શકે એમ હોય તો પુદ્ગલ પરાધીન ઠરે. વસ્તુ સત્ છે, તે પોતાની શક્તિ વિનાની કોઈ કાળે હોય નહીં. પુદ્ગલ કોઈને આધીન વર્તતું નથી, તે સ્વતંત્રસ્વભાવી છે. તેનું કાર્ય અન્ય કોઈ કરી આપતું નથી - કરી શકતું પણ નથી. પુદ્ગલ પોતે પોતાની અવસ્થા સ્વતંત્રપણે બદલે છે. તેની પર્યાયોમાં - ક્ષણે ક્ષણે પલટાતી અવસ્થાઓમાં આસક્તિ રાખવી અને એના જવા-આવવાથી હર્ષ-શોક કરવા, રાગ-દ્વેષ કરવા એ કર્મબંધનું કારણ છે. માટે પુગલના પરિવર્તનથી અને જવા-આવવાથી હર્ષ-શોક ન કરતાં સતત જાગૃતિ રાખવી કે એ મારાથી ભિન્ન છે, એમાં થઈ રહેલ પરિવર્તનથી મને નથી કોઈ લાભ કે નથી કશું નુકસાન. હું તો એનો માત્ર જ્ઞાયક છું.' ૧ ભેદજ્ઞાનથી પ્રાપ્ત થતી આ જાગૃતિ જ મુક્તિનો પરમ ઉપાય છે. દેહ તથા મનની પલટાતી અવસ્થાઓ સાથે તાદામ્ય ન અનુભવતાં સાધક જેટલા પ્રમાણમાં તેને માત્ર પોતાના જ્ઞાનના વિષય તરીકે જોયા કરે, તન-મનમાં થઈ રહેલ પરિવર્તનને રાગ-દ્વેષ વિના, માત્ર એક નિર્લેપ પ્રેક્ષકની જેમ સાક્ષીભાવે જોયા કરે, તેટલા પ્રમાણમાં તે અહીં જ મુક્તિનો સ્વાદ પામી શકે છે.
ઇન્દ્રિયોથી ભાયમાન થતું સત્ય, જે પર છે, તેમાં હું અને મારું એવી બુદ્ધિ કરીને હર્ષ-શોકરૂપ પ્રતિક્રિયા કરવી એ ભવનું બીજ છે. ભાસ્યમાન દૃશ્ય જગતમાં થઈ રહેલ પરિવર્તન પ્રતિ ઉત્તરોત્તર વધુ ને વધુ ઉદાસીન તેમજ અનાસક્ત થતો જઈ, તેની સાથેની તાદાભ્યની ભ્રાંતિમાંથી બહાર આવવામાં જ જીવનની સાર્થકતા છે. જેમ જેમ સ્વરૂપનું અનુસંધાન થાય છે, તેમ તેમ પરમાં રહેલી લાભ-હાનિની માન્યતા છૂટતી જાય છે અને પરિણામે જીવન પ્રતિક્રિયારહિત થતું જાય છે. ગમે તેટલો વરસાદ વરસે તોપણ ઘરના છાપરાતળે રહેલો માણસ ભીંજાય નહીં, કેમ કે વરસાદ છાપરાની અંદર પેસી શકે નહીં, ઘરની અંદરના માણસને ભીંજવી શકે નહીં; પણ જો તે માણસ ઘરની અંદર રહેવાને બદલે બહાર નીકળે તો તે ભીંજાઈ જાય. તેમ જીવ જો સ્વરૂપના ભાનમાં જ રહે તો તેને રાગ-દ્વેષ થતા નથી, પરંતુ જો તે સ્વરૂપમર્યાદા ઉલ્લંઘે તો તે રાગકેષથી ભીંજાઈ જાય છે.
જ્યારે માત્ર દ્રષ્ટા રહેવાનો પ્રયત્ન થાય છે ત્યારે ત્યાં કર્તા-ભોક્તાભાવનો ઉચ્છેદ થતો જાય છે અને તેથી બાહ્ય સંજોગોમાં ફેરફાર કરવાને બદલે તેનો શાંત ભાવે સ્વીકાર થતો જાય છે. વર્તમાન ક્ષણે જે સ્થિતિ હોય તેને બદલવાની કે ટાળવાની કોઈ મથામણમાં પડ્યા વિના તેમાંથી પસાર થઈ જાય, જે કંઈ બને તેને આવકાર્યા વિના ૧- જુઓ : પંડિત શ્રી દૌલતરામજીરચિત, છ ઢાળા', ઢાળ ૪, કડી ૯
પુણ્ય-પાપ ફલમાહિં, હરખ વિલખી મત ભાઈ; યહ પુગલ પરજાય, ઉપજિ વિનર્સ ફિર થાઈ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org