Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૩૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન દેહાદિનો સંયોગ અને વિયોગ થયા કરે છે. દેહાદિના આત્યંતિક વિયોગ અર્થે, અર્થાત્ એક વાર વિયોગ થયા પછી ફરી કદી સંયોગ ન થાય એવી સ્થિતિ અર્થે જીવ પ્રબળ પુરુષાર્થ કરે તો ફરી નવો દેહ ધારણ કરવાનો રહેતો નથી અને આત્મા મોક્ષપદ પામે છે. દેહાદિ સર્વ પરદ્રવ્યથી આત્મા સર્વથા મુક્ત થાય ત્યારે તે મોક્ષપદને પામે છે, જે શાશ્વત સુખરૂપ છે. શરીરાદિ સંયોગનો જ્યારે આત્યંતિક વિયોગ થાય છે ત્યારે, જ્યાં અનંત કાળ સુધી જીવને નિજસુખનો ભોગવટો છે એવી શાશ્વત મુક્તિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ની આ ગાથામાં શ્રીગુરુએ દ્રવ્યમોક્ષનું વર્ણન કરી, તેનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘દેહાદિક સંયોગનો, ટળે મૂળથી રાગ; મળે તરત નિજ આત્મનો, અનુભવ સુખનો લાગ. દ્રવ્ય, ભાવ, નોકર્મનો, આત્યંતિક વિયોગ; થતાં સ્વરૂપની સિદ્ધિનો, મળે અનુપમ ભોગ. અખંડ અવ્યાબાધ જ્યાં, સમાધિનું સુખ પૂર્ણ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, કેવળજ્ઞાન પ્રપૂર્ણ. જન્મ મરણ જેને નથી, નથી રોગ ને યોગ; અશરીરી અવિચળ લહે, નિજ અનંત સુખભોગ.'
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૬-૨૩૭ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૬૧-૩૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org