Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૬૬
* શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કાંખ, યોનિ, સ્તન આદિ અવયવોમાં બહુ સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થતી હોવાથી સ્ત્રીનું શરીર હિંસા થવાનું સ્થાન છે, માટે તેને ચારિત્ર હોય નહીં; તો એમ બોલવું અયથાર્થ છે, કારણ કે પ્રમાદયોગે થતી હિંસાને હિંસા ગણવામાં આવે છે. જ્યાં હિંસા થતી અટકાવવી શક્ય ન હોય તે હિંસા ગણાય નહીં.
જો સ્ત્રીને ચારિત્ર - સંયમવ્રતરૂપ દીક્ષા - સાધ્વીપણું ન માનીએ તો સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ કઈ રીતે સંભવે? અને જો વેષધારિણી શ્રાવિકાને જ સાધ્વી કહીએ તો ચારિત્રવત થયા વિના વેષ ધારણ કરવો એ તો મોટી વિડંબના કહેવાય.'
આમ, સ્ત્રીને ચારિત્ર હોય નહીં એમ કહેવું તે માત્ર કદાહ જ છે, કારણ કે અધ્યવસાયવિશેષથી પુરુષની જેમ સ્ત્રીને પણ ચારિત્રનો ઉત્કર્ષ હોય છે. એમાં કોઈ વિરોધ નથી. (૨) દિગંબરમતની માન્યતા મુજબ પુરુષ કરતાં સ્ત્રી હીન છે, માટે તેનો મોક્ષ સંભવતો નથી. આનો ઉત્તર આપતાં શ્વેતાંબરો કહે છે કે –
સ્ત્રીને પુરુષથી હીન કહી છે તે કઈ અપેક્ષાએ કહી છે? જો વિશિષ્ટ ‘પૂર્વ જ્ઞાનની અપેક્ષાએ સ્ત્રીને હીન કહીએ તોપણ તેનો મોક્ષ સંભવે, કારણ કે તથાવિધ જ્ઞાન વિના પણ ગુરુપરતંત્રતાએ શિવભૂતિ (માષતુષ) મુનિ આદિ ચારિત્ર પાળી મોક્ષ ગયા છે. જો લબ્ધિની અપેક્ષાએ કહીએ તોપણ કંઈ હરકત નથી, કારણ કે તથાવિધ લબ્ધિ વિના પણ ઘણા જીવો કૃતકૃત્ય થયા છે. જો ઋદ્ધિની અપેક્ષાએ કહીએ તોપણ એ અપેક્ષા પ્રતિકૂળ નથી, પણ અનુકૂળ જ છે, કારણ કે તીર્થંકરાદિની અપેક્ષાએ ગણધરાદિને અલ્પ ઋદ્ધિ છે છતાં તેઓ મુક્ત થયા છે. જો શારીરિક બળની અપેક્ષાએ કહીએ તો તે વાત પણ વાંધાજનક બનતી નથી, કારણ કે સ્ત્રી કરતાં નિર્બળ એવા જે પંગુ વગેરે અધ્યવસાયવિશેષથી મુક્તિ પામે છે. ચારિત્ર યથાશક્તિ આચરણારૂપ છે, માટે તે સ્ત્રીને પણ સંભવે છે. જો ક્રિયાવિશેષની અપેક્ષાએ સ્ત્રીને હીન કહી ક્રિયાવિશેષ વિના તેને વિશિષ્ટ નિર્જરા ન થાય એમ કહેવું તે પણ બરાબર નથી, કારણ કે ફળનો આધાર ભાવ ઉપર હોય છે અને ક્રિયા વિના ભાવ ન હોય એવું એકાંતે નથી. (૩) દિગંબરમતની માન્યતા મુજબ જેમ સ્ત્રીને સાતમી નરકે જવાયોગ્ય તીવ્ર અશુભ ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘દિકુપટ ૮૪ બોલ', બોલ ૪૪ (ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “દિકપટ ૮૪ બોલ'માં દિગંબરમતના ૮૪ બોલોનું ખંડન કર્યું છે. તેમાં સ્ત્રીલિંગસિદ્ધિ માટે ચાર કડી ૪૪-૪૭ લખી છે.) ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, શ્રી અધ્યાત્મ મત-પરીક્ષા', શ્લોક ૧૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org