Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૨૬
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજી ‘તત્ત્વજ્ઞાનતરંગિણી'માં લખે છે કે “છીણી જેમ લોખંડના ગોળાના બે જુદા જુદા ટુકડા કરી દે છે, સોય જેમ કાંટાને કાઢી નાંખે છે, કરવત જેમ કાષ્ટને વહેરીને બે ભાગમાં વહેંચી દે છે, પવન જેમ ધૂળના ઢગને ઉડાડી મૂકે છે, સીસું જેમ સોના-ચાંદીમાંથી મેલ જુદો કરે છે, અગ્નિ જેમ સુવર્ણાદિનો મેલ દૂર કરી શુદ્ધ કરે છે, કાલુ જેમ શેરડીનો રસ અને કૂચા જુદા કરી દે છે, પાણી જેમ વસ્ત્ર, વાસણ આદિના મેલને દૂર કરે છે, કતકફલ (ફટકડી) જેમ મેલા પાણીમાં નાખવાથી કચરો અને નિર્મળ જળ જુદાં પડે છે, હંસ પક્ષી જેમ જળમિશ્રિત દૂધમાંથી જળને છોડી દૂધને ગ્રહણ કરે છે, છરી જેમ વસ્તુના બે ભાગ કરે છે, પરશુ જેમ પદાર્થના ભિન્ન ટુકડા કરી નાખે છે, ટાંકણું જેમ પથ્થરમાંથી સુંદર પ્રતિમા ઘડી કાઢે છે, તરવાર જેમ શત્રુના શિરને જુદું કરી દે છે તથા મંથનદંડ (રવૈયો) જેમ છાશમાંથી માખણ જુદું પાડી દે છે; તેમ પ્રજ્ઞારૂપ સુવિચારણા - ભેદજ્ઞાન જેને પ્રગટે છે તેને દેહાદિથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિ થાય છે.' ૧
પ્રજ્ઞાવંત ભેદજ્ઞાની પરથી ભિન્ન પોતાના શુદ્ધાત્મસ્વરૂપને સાક્ષાત્ અનુભવે છે. અપૂર્વ આત્મજ્ઞાનને પામી નવીન કર્મો આવવાનો માર્ગ અટકાવે છે અને પૂર્વકૃત કર્મોને તોડે છે. સંવર-નિર્જરાના ફળરૂપે આત્માનો સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષ થાય છે. વજ જેમ પર્વતના ચૂરેચૂરા કરી નાખે છે, તેમ ભેદજ્ઞાનરૂપી વજના બળ વડે કર્મરૂપ પર્વત ભેદાઈ જાય છે. માટે મુમુક્ષુએ મોક્ષવૃક્ષના બીજરૂપ ભેદજ્ઞાનને સદા અંતરમાં ભાવવું જોઈએ. મોક્ષનું અનન્ય કારણ એવા ભેદજ્ઞાનને પામી, તેના બળે નિજ ઐશ્વર્ય પ્રગટ કરી, શુદ્ધ સહજાન્મસ્વરૂપરૂપ મોક્ષને પામી પરમ કૃતાર્થ થવું જોઈએ. ભેદજ્ઞાન વિના જીવ દયા-દાન-ભક્તિ આદિ અનેક સાધનો કરે તો પણ તેનું સંસારપરિભ્રમણ ટળી શકે નહીં. ભેદજ્ઞાનના અભ્યાસ વિના જીવનું જ્ઞાન પરના આશ્રયમાં જ રોકાય છે. તેને પર સાથે એકતાબુદ્ધિપૂર્વકના રાગ-દ્વેષ થાય છે. તે પરવસ્તુનું કાંઈ કરી શકતો ન હોવા છતાં પરનું કરવાનું અભિમાન કરે છે. પરની કર્તા બુદ્ધિ હોવાથી પરનો આશ્રય છોડીને સ્વભાવનો આશ્રય કરતો નથી અને તેથી ધર્મ થતો નથી. ભેદજ્ઞાન દ્વારા જ્ઞાનસ્વભાવનો આશ્રય કરવો તે જ ધર્મ છે. જીવ જો ભેદજ્ઞાનનો અભ્યાસ કરે તો જ સંસારપરિભ્રમણ ટળે છે. કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો તેમાં એક સાધન મુખ્ય હોય છે કે જેના વિના ચાલી શકે જ નહીં, જ્યારે બીજા અનેક સાધનો ગૌણતાએ ૧- જુઓ : ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજીરચિત, તત્ત્વજ્ઞાનતરંગિણી', અધ્યાય ૮, શ્લોક ૧
'छेत्रीसूचिक्रकचपवनैः सीसकाग्न्यूषयंत्रस्तुल्या पाथःकतकफलवद्धंसपक्षिस्वभावा । शस्त्रीजायुस्वधितिसदृशा टंकवैशाखवता प्रज्ञा यस्योद्भवति हि भिदे तस्य चिद्रूपलब्धिः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org