________________
ગાથા-૯૯
૨૪૭
સમુદ્રકિનારા સુધી પહોંચી શકતું નથી. જેવી રીતે છિદ્ર બંધ કરવાથી નૌકામાં પાણીનું આવવું રોકાઈ જાય છે, તેવી રીતે શુદ્ધભાવરૂપ ગુપ્તિ વગેરેના કારણે આત્મામાં કર્મોનું આવવું રોકાઈ જાય છે. તેને સંવર કહે છે. આસવને રોકવું તે સંવર છે. જેવી રીતે છિદ્ર બંધ થઈ જવાથી, તેમાં પાણીનો પ્રવેશ ન થવાના કારણે વહાણમાં નિર્વિઘ્ન સમુદ્રકિનારા સુધી પહોંચી જાય છે; તેવી રીતે જીવરૂપી વહાણમાં આસવરૂપી છિદ્રો બંધ થતાં, કર્મરૂપી જળનો પ્રવેશ તેમાં ન થવાથી નિર્વિઘ્નપણે મુક્તિરૂપ સમુદ્રકિનારે પહોંચી જાય છે. સંવર દ્વારા જીવ આસવ-બંધથી છૂટી શકે છે.
શ્રી જિનેશ્વરદેવે બંધનું સ્વરૂપ બે પ્રકારે કહ્યું છે - ભાવબંધ અને દ્રવ્યબંધ. જ્ઞાતા-દ્રષ્ટારૂપ પોતાના શુદ્ધ સ્વભાવથી સ્મલિત થઈને રાગ, દ્વેષ, અજ્ઞાન વગેરે વિકારી ભાવોમાં રોકાઈ જવું તે ‘ભાવબંધ' છે અને તે સમયે જીવના વિકારી ભાવોના નિમિત્તથી કર્મયોગ્ય પુદ્ગલનું જીવની સાથે એકક્ષેત્રાવગાહે બંધાવું તે ‘દ્રવ્યબંધ' છે. કર્મબંધનાં પાંચ કારણો છે - મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. (૧) મિથ્યાદર્શન - ઊંધી માન્યતા, વિપરીત શ્રદ્ધા, વિરુદ્ધ અભિપ્રાય. પદાર્થસ્વરૂપ જેવું છે તેવું શ્રદ્ધાન ન હોવું, અર્થાત્ પદાર્થસ્વરૂપ જેવું ન હોય તેવું માનવું તેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે. જીવાદિ તત્ત્વોના વિપરીત શ્રદ્ધાનને મિથ્યાત્વ કહે છે. દેહમાં તથા રાગાદિ ભાવોમાં હું બુદ્ધિ અને દેહથી સંબંધ ધરાવતા પદાર્થોમાં મમબુદ્ધિ તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વના અગૃહીત અને ગૃહીત એમ બે પ્રકાર છે. નિજાત્મતત્ત્વનું અજ્ઞાન તે અગૃહીત મિથ્યાત્વ છે અને કુદેવને સુદેવ માનવા, કુધર્મને સુધર્મ માનવો આદિ ગૃહીત મિથ્યાત્વ છે. ગૃહીત મિથ્યાત્વના એકાંત આદિ પાંચ પ્રકાર છે. સર્વ પ્રકારનાં બંધનું મૂળ કારણ મિથ્યાત્વ છે અને તેથી જ તે સૌથી પહેલાં ટાળવું જોઈએ. મિથ્યાત્વ ટળ્યા વગર અપરિતિ આદિ બંધનાં અન્ય કારણો ટળી શકતાં નથી, માટે સૌથી પહેલાં મિથ્યાત્વ ટાળવું જોઈએ. (૨) અવિરતિ – અવતપરિણામ, હિંસાદિ પાપોમાં તથા પાંચ ઇન્દ્રિય અને મનના વિષયોમાં પ્રવૃત્તિ કરવી. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં ન ટકતાં શરીર, ઇન્દ્રિયો તથા ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૯, સૂત્ર ૧
“માસનોઘઃ સંવર: ” ૨- જુઓ : સિદ્ધાંતચક્રવર્તી શ્રી નેમિચંદ્રજીરચિત, ‘દ્રવ્યસંગ્રહ', ગાથા ૩૨
'बज्झदि कम्मं जेण दु चेदणभावेण भावबंधो सो ।
कम्मादपदेसाणं अण्णोण्णपवेसणं इदरी ।।' ૩- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૮, સૂત્ર ૧
'मिथ्यादर्शना-ऽविरति-प्रमाद-कषाय-योगा बन्धहेतवः ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org