Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૯
૨૪૧
ભિન્ન રીતે મોક્ષ પામવામાં કારણરૂપ એવું તે તે જીવનું પોતાનું આગવું તથાભવ્યત્વ છે. જે જીવનું જેવા પ્રકારનું તથાભવ્યત્વ હોય તે જીવને તે રીતે મોક્ષના સાધનભૂત સમ્યગ્દર્શન આદિ ગુણોની અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો યોગ્યતાનો ભેદ ન સ્વીકારવામાં આવે અને સર્વ પ્રકારે એકસરખી જ યોગ્યતા માનવામાં આવે તો સર્વ ભવ્ય જીવોને એકી વખતે જ ધર્માદિ પ્રાપ્ત થાય; અને તેથી મોક્ષપ્રાપ્તિ પણ તેમને સમકાળે થાય. માત્ર એકલી ભવ્યતાનો જ જો મોક્ષહેતુપણે સ્વીકાર કરવામાં આવે તો તેમ થાય, પણ તેવું તો બનતું નથી. માટે બીજાં સાધનોની પણ અપેક્ષા હોવી જોઈએ. વીર્ય, ઉત્સાહ વગેરે ગુણો પણ મોક્ષનાં સાધન છે. તથાભવ્યતા, વીર્ય, ઉત્સાહ, સમ્યગ્દર્શન વગેરે એકત્ર થઈને જ કાર્ય કરતાં હોવાથી એ સર્વે મોક્ષનાં સાધક છે. જેમ ઘટકાર્યને ઉત્પન કરવામાં દંડ, ચક્ર, ચક્રનું ફરવું વગેરે પરસ્પર સહકારી કારણો છે; તે જ પ્રકારે તથાભવ્યતા વગેરે કારણો મોક્ષકાર્યને ઉત્પન્ન કરવામાં અન્યોન્ય સહકારી હોવાથી તે સર્વ મોક્ષના હેતુ છે. જેમ ઘટ બનાવવામાં દંડથી ઉત્પન્ન થતા ચાકડાના ભ્રમણની કારણતાનો ઇન્કાર ન કરી શકાય, તેમ મોક્ષ પ્રાપ્ત કરવામાં તથાભવ્યત્વાદિથી ઉત્પન થતાં સમ્યગ્દર્શનાદિની કારણતાનો ઇન્કાર કરી શકાય નહીં. દલીલ ૩ – મોક્ષના ઉપાયનો નિષેધ કરનાર પક્ષની બીજી એક દલીલ એ છે કે ક્રિયાકષ્ટને મોક્ષનું કારણ માનવામાં વ્યતિરેક વ્યભિચાર છે, કેમ કે ભરત ચક્રવર્તી, મરુદેવી માતા વગેરે ક્રિયાકષ્ટ વિના જ મોક્ષે ગયાં, જ્યારે ગજસુકુમાર વગેરે મરણાંત કષ્ટ મોક્ષે ગયા. કષ્ટમાં ફેરફાર હોવા છતાં તેમના મોક્ષમાં ફરક નથી. વળી, કેટલાક જીવો ક્રિયાકષ્ટ કરીને ઘણા કાળે મોક્ષે જાય છે, જ્યારે બીજા કેટલાક જીવો અલ્પ કાળમાં જાય છે; જેમ કે શ્રી મહાવીર સ્વામીને સાડા બાર વર્ષ લાગ્યા અને શ્રી મલ્લિનાથ ભગવાનને એક અહોરાત્રિ. માટે ક્રિયાકષ્ટને મોક્ષનો ઉપાય માનવા યોગ્ય નથી. સમાધાન ૩ – ક્રિયાકષ્ટરૂપ મોક્ષના ઉપાયનો નિષેધ કરનાર અનુપાયવાદીઓ ભરત આદિનાં દૃષ્ટાંત ટાંકે છે. પરંતુ ભરત વગેરે ક્રિયાકષ્ટ વિના જ મુક્તિ પામ્યા તે દૃષ્ટાંત મોક્ષના ઉપાયનો નિષેધ નથી સૂચવતાં, પણ એટલું જ સૂચવે છે કે તેઓ અપવાદમાર્ગે મુક્તિને પામ્યા છે, બાકી રાજમાર્ગ તો નિર્ચથ ક્રિયાનો જ છે. વ્યવહારમાં પણ કોઈ સૂમસામ માર્ગે જવા છતાં લૂંટાયો ન હોય તો લોકો ભીડવાળા રસ્તાને છોડીને સૂમસામ માર્ગ પકડતા નથી. તાત્પર્ય એ કે ભરત વગેરેનું અવલંબન લઈ મોક્ષના રાજમાર્ગનો ઉચ્છેદ કરવો યોગ્ય નથી. ગુણોની વૃદ્ધિ માટે તથા પ્રાપ્ત ગુણોથી સ્કૂલના ન થઈ જાય તે માટે ક્રિયા કરવી આવશ્યક છે. શ્રી વીતરાગજિનનું સંયમસ્થાન એવું છે કે ત્યાં સંપૂર્ણ ગુણ પ્રગટ થયા છે, તેથી ગુણવૃદ્ધિ કે સ્કૂલન દ્વારા ગુણપતનનો સંભવ જ નથી, તેથી તપ કે ક્રિયાની જરૂર વીતરાગજિનને નથી, જ્યારે અન્ય જીવોને તે બન્નેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org