________________
ગાથા-૯૯
૨૪૩ તીર્થકર બન્યા વગર સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે; પણ એટલામાત્રથી એમ ન કહી શકાય કે રત્નત્રય તે મોક્ષનું વ્યભિચારી કારણ છે. કોઈ ઘડો વજનમાં હલકો હોય, કોઈ ભારે; કોઈ પાણીને વિશેષ પ્રકારે ઠારનારો હોય, કોઈ સામાન્ય પ્રકારે ઇત્યાદિ એમ જુદા જુદા ઘડાઓમાં જુદી જુદી વિશેષતાઓ જોવા મળે છે, પણ એટલામાત્રથી અમુક ઘડા દંડાદિ કારણોથી પેદા થયા છે અને અમુક તે વિના જ - એવું હોતું નથી; અને તેથી દંડાદિ ઘટાદિનાં અવ્યભિચારી કારણ કહેવાય છે. આ જે ભેદ, અર્થાત્ વિશેષતાઓ જુદા જુદા ઘડામાં ઊભી થાય છે તે તો તેના ઉપાદાનકારણભૂત માટીની વિશેષતાઓના કારણે હોય છે. આ રીતે સિદ્ધ થયેલા જીવોમાં કેટલાક તીર્થકર બનીને સિદ્ધ થયા અને કેટલાક તીર્થંકર બન્યા વગર સિદ્ધ થયા ઇત્યાદિ જે વિશેષતા ઊભી થઈ છે તે, સિદ્ધ અવસ્થાના ઉપાદાનકારણભૂત એવા તે તે જીવના તથાભવિતવ્યતાના ભેદના કારણે થાય છે. પણ એટલામાત્રથી એમ ન કહી શકાય કે રત્નત્રયી વ્યભિચારી કારણ છે. રત્નત્રયી વિના જ મોક્ષપ્રાપ્તિ થઈ જાય એવું ક્યારે પણ બનતું નથી, દલીલ ૪ - મોક્ષના ઉપાયનો નિષેધ કરનાર પક્ષની અન્ય એક દલીલ એ છે કે ‘જ્ઞાનીએ જેવું દીઠું હોય તેવું થાય તેથી જ્ઞાનીએ જે જીવનો જેટલો સંસારકાળ જોયો હોય તેમાં હાનિ-વૃદ્ધિ થતી નથી. જો તપાદિ કરવાથી સંસારકાળ ઘટી જાય તો કેવળીનું જ્ઞાન અયથાર્થ ઠરે અને જો ક્રિયાકષ્ટ કરવાથી સંસારકાળમાં ફેરફાર ન થતો હોય તો ક્રિયાકષ્ટ કરવાં વ્યર્થ છે. સમાધાન ૪ – “કેવળજ્ઞાની વડે જે જેવું જોવાયું હોય તે રીતે તે વિપરિણામ પામે છે, અર્થાત્ તે પ્રમાણે કાર્ય થાય છે.' આ શાસ્ત્રવચન કંઈ મોક્ષના ઉપાયનો નિષેધ કરતું નથી. અહીં કેવળીના કેવળજ્ઞાનને તે તે કાર્યના કારણ તરીકે નથી કહ્યું, કેમ કે તેવું હોય તો તો બાહ્ય સઘળાં કારણો તેનાથી અન્યથા સિદ્ધ થઈ જાય; પણ તેને વ્યાપક કારણ કહ્યું છે, અર્થાત્ ઘટાદિ દરેક કાર્યનું કેવળજ્ઞાનીને જ્ઞાન હોય છે. તે તે ઘટાદિ કાર્યો દંડાદિ કારણપૂર્વક જ થવાં સર્જાયેલાં છે અને કેવળીએ ઘટાદિ કાર્યોને દંડાદિ કારણપૂર્વક જ સર્જાતાં જોયેલાં છે. તેવી જ રીતે મોક્ષ જ્ઞાનાદિ કારણપૂર્વક જ થવા સર્જાયેલો છે અને કેવળીથી એમ જ દેખાયેલો છે. વસ્તુનું પરિણમન કંઈ ભગવાનના જ્ઞાનને આધીન નથી. જે રૂપે વસ્તુ સ્વયં પરિણમી હતી, પરિણમી રહી છે અને પરિણમશે; ભગવાને તો તેને તે રૂપે માત્ર જાણી છે. વસ્તુનું પરિણમન તો સ્વતંત્રપણે પોતાના જ કારણે થાય છે. જ્ઞાન તો વસ્તુના પરિણમનમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કર્યા વિના માત્ર તેને જાણે છે, તેથી જ્ઞાનાદિને મોક્ષનાં કારણ તરીકે સ્થાપવામાં આવે છે. ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ', ગાથા ૧૦૫
સરયું દીઠું સઘર્લ કહે તો દંડાદિક કિમ સદ્દહૈ? | કારણ ભેલી સરિજીત દીઠ કહિતાં વિઘટઇ નવિ નિજ ઇટ્ટ IT”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org