Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૪૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આવશ્યકતા રહે જ છે.'
વળી, કેટલાક જીવો ક્રિયાકષ્ટ કરીને ઘણા કાળે મોક્ષે જાય છે, જ્યારે બીજા કેટલાક જીવો અલ્પ કાળમાં જાય છે. તેનું કારણ એ છે કે જેમ ઘણું પાણી ઉકાળવા માટે અગ્નિ ઘણો સમય લગાડે છે, જ્યારે ઓછા પાણી માટે ઓછો; તેમ મોક્ષમાં કારણભૂત એવાં જ્ઞાનાદિ અંગે જાણવું. જે જીવનાં કર્મ ક્રમે કરીને બહુ કાળે ખપે એવાં હોય તો તે જીવનાં કર્મને ખપાવતાં જ્ઞાનાદિ સાધનને બહુ કાળ લાગે છે અને જો અલ્પ કાળમાં ખપી શકે એવાં કર્મ હોય તો તેને ખપાવતાં અલ્પ કાળ લાગે છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે કર્મોને ભોગવ્યા વિના તો છુટકારો થતો નથી, તો જ્ઞાનાદિ વડે નવું શું થાય છે કે તેનાથી કર્મો ખપી જાય છે? જ્ઞાનાદિ ન હોત તોપણ કર્મો ક્રમશઃ ભોગવાઈને ખપવાનાં હતાં અને એ છે તોપણ કર્મને ભોગવીને જ ખપાવવાનાં છે. આનું સમાધાન આ પ્રમાણે છે - બધાં કર્મોને ભોગવીને જ ખપાવવાનાં હોય તો તો કોઈ જીવ મોક્ષે જઈ શકે જ નહીં. ચરમશરીરી જીવ ચરમ ભવમાં પણ અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી આવે તે પહેલાં અંતઃકોડાકોડી સાગરોપમ સ્થિતિવાળા સાત કર્મો નિરંતર બાંધે છે. આ બધાંને જો ક્રમશઃ ભોગવીને જ ખપાવવાનાં હોય તો આ ભવમાં તો બધાં કર્મ ખપે નહીં અને તેથી બીજા દેવાદિ ભવો કરવા પડે, જેના કારણે પાછી ભવપરંપરા ચાલુ જ રહે. તેથી સિદ્ધ થાય છે કે વિપાકરૂપ ભોગવટા વગર પણ કર્મો ખપી શકે છે અને તે ખપાવવા માટે જ્ઞાનાદિ ત્રણ અમોઘ સાધન છે. બાંધેલાં કર્મો ભોગવ્યા વિના છૂટકારો થતો નથી એવો જે નિયમ છે તે પ્રદેશભોગ માટે છે, વિપાકભોગ માટે નહીં. કર્મના ઉદયના સમયે તેનો રસ, તેનો પડછાયો જીવની પરિણતિમાં પડે, અર્થાત્ કર્મની ફ્લદાનશક્તિ અનુસાર જીવની પરિણતિ થાય તેને વિપાકભોગ કહેવાય છે. કર્મવિપાકનો ચિત્તવૃત્તિ ઉપર કોઈ પ્રભાવ ન પડે, અર્થાત્ પોતાનો રસ (ફળ) આપ્યા વિના કર્મ આત્મપ્રદેશ ઉપરથી ખરી જાય તેને પ્રદેશભોગ કહેવાય છે. જ્ઞાનાદિ સાધન વડે વિપાકભોગ પ્રદેશભોગમાં પલટાઈ જાય છે અને જીવ વિપાકને ભોગવ્યા વિના કર્મથી મુક્ત થાય છે અને તેથી કૃતનાશાદિ દોષો પણ રહેતા નથી, અર્થાત્ જે કર્યું છે તે ભોગવવું જ પડે છે એ નિયમને બાધા આવતી નથી. માટે યથોચિત કર્મને જ્ઞાનાદિ સાધન વડે યથાયોગ્ય અલ્પ, મધ્યમ કે અધિક કાળમાં ખપાવીને જીવ મોક્ષે જાય છે એ વાતની શ્રદ્ધા કરવી જોઈએ.
વળી, કેટલાક તીર્થકર બનીને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે, જ્યારે કેટલાક ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘જ્ઞાનસાર', ક્રિયાષ્ટક, શ્લોક ૭
'गुणवृद्ध्यै ततः कुर्यात् क्रियामस्खलनाय वा । एकं तु संयमस्थानं जिनानामवतिष्ठते ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org