________________
ગાથા-૯૯
૨૩૯
ત્યારે તેનો સહજ ભાવમલ બ્રાસ પામે છે. આ કાળમાં પ્રવેશ્યા પછી તીવ્ર મિથ્યાત્વભાવમાં મંદતા આવતી જાય છે. જેમ જેમ મિથ્યાત્વ ભાવ મંદ થતો જાય છે, તેમ તેમ જીવનો વિકાસ થતો જાય છે. કેટલીક વાર એવું બને છે કે અમુક હદ સુધી મિથ્યાત્વભાવમાં મંદતા આવ્યા પછી પાછી એમાં તીવ્રતા પણ આવી જાય છે. વળી પાછી મંદતા આવે છે. આમ, અનેકાનેક વાર મંદતા-તીવ્રતા આવે છે અને જાય છે. જ્યારે
જ્યારે મિથ્યાત્વભાવ તીવ્ર બની જાય છે, ત્યારે ત્યારે જીવ એવું મોહનીય કર્મ બાંધે છે કે જેનાં પરમાણુ આત્મા ઉપર ૭૦ કોડાકોડી સાગરોપમ સુધી રહેવાની યોગ્યતા ધરાવતાં હોય છે. આવી ઉગ્ર સ્થિતિવાળા મોહનીય કર્મનો એ જીવ પુનઃ પુનઃ બંધ કરતો હોય છે. તે પછી એક વાર એવી સ્થિતિ આવે છે કે એ જીવને પોતાના ભાવિના સમગ્ર સંસારકાળમાં બે જ વાર તીવ્ર મિથ્યાત્વભાવ પામવાની શક્યતા રહે છે, ત્યારે તે જીવા દ્વિબંધક કહેવાય છે. એ જીવ જ્યારે એક વાર એવી ઉગ્ર સ્થિતિ બાંધી લે છે ત્યારે તેને ફરી એક જ વાર એવી ઉગ્ર સ્થિતિનો બંધ થવાનો બાકી રહે છે, એટલે તેને સકૃતબંધક કહેવાય છે. વળી, એ એક વારની મોહનીય કર્મની ઉગ્ર સ્થિતિ પણ બંધાઈ ગયા પછી એ જીવ ક્યારે પણ ૭૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું મોહનીય કર્મ બાંધી જ ન શકે એવી યોગ્યતા પ્રાપ્ત કરે છે ત્યારે એ જીવ અપુનબંધક કહેવાય છે.
મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ન બંધાય એટલો આત્મવિકાસ કરનારા એવા અપુનબંધક જીવને સંસાર પ્રત્યે તીવ્ર આસક્તિ રહેતી નથી અને તેનાં વિચાર, વાણી અને વર્તન ઔચિત્યપૂર્ણ હોય છે. આવો જીવ પાપ કરે છે પણ તેમાં રાગ-દ્વેષની તીવ્રતા નથી હોતી, સંસાર ભોગવે છે પણ તેનો આદર નથી હોતો. તે લૌકિક, કૌટુંબિક, ધાર્મિક ન્યાયયુક્ત મર્યાદાઓને પાળે છે. તેનાં મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, વિષયકષાય, તૃષ્ણા આદિ મંદતાને પામે છે. દીન-દુઃખી પ્રત્યે તેના અંતરમાં દયા હોય છે. યમ, નિયમ, સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, તીર્થયાત્રા વગેરેમાં તેને પ્રેમ હોય છે. આવા નિકટ મોક્ષગમનવાળા (અપુનબંધક) જીવનું વિમલ મન મોક્ષમાર્ગમાં આગળ વધવા તત્પર જણાય છે, કારણ કે તેનું મન સમકિત વગેરે ઉત્તરોત્તર ચઢતા ગુણસ્થાનકના નિકટપણા વડે યમ-નિયમ વગેરે અનુષ્ઠાનોમાં દઢ આસક્તિવાળું હોય છે. આવો જીવ જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે યોગ્ય પાત્ર છે.
ભવસ્થિતિના પરિપાકથી પ્રાપ્ત થયેલ આ અપુનબંધક અવસ્થા અને તે અવસ્થાવર્તી ગુણો - માર્ગાનુસારીના ગુણો મોક્ષપ્રાપ્તિનાં નિયત પૂર્વવર્તી કારણ થઈ શકતાં નથી, ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, યોગબિન્દુ', શ્લોક ૯૯
'मुक्तिमार्गपरं युक्त्या, युज्यते विमलं मनः । સવુંચાસત્રમાન, યમીષાં મહાત્મનામ્ !'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org