Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૯૯
જે
૨
અથ
A ગાથા ૯૮માં શ્રીગુરુએ કહ્યું કે કર્મભાવ અજ્ઞાન છે અને પોતાના સ્વરૂપમાં 251 રહેવું તે મોક્ષભાવ છે. અજ્ઞાન અંધકાર જેવું છે, જે સાચા જ્ઞાનના પ્રકાશથી
ભૂમિકા ટળી જાય છે. કર્મકૃત અવસ્થા અને ભાવોમાં ઉપયોગની સંધિ કરવી તે બંધભાવ છે અને જ્ઞાનસ્વભાવમાં ઉપયોગની સંધિ કરવી તે મોક્ષભાવ છે - એમ સૂત્રાત્મક શૈલીથી બને ભાવોની ભિન્નતા બતાવી, શ્રીગુરુએ સંક્ષેપમાં મોક્ષનો ઉપાય દર્શાવ્યો. આ જ તથ્યનો વિસ્તાર કરી હવે શ્રીગુરુ મોક્ષમાર્ગનું સૂક્ષ્મતાથી દર્શન કરાવશે.
મોક્ષપ્રાપ્તિની સુવિધિ બતાવતી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ની ત્રણ ગાથાઓમાંથી પ્રથમ ૯૯મી ગાથામાં બંધમાર્ગ અને મોક્ષમાર્ગનું સૂચન કરતાં શ્રીગુરુ કહે છે –
“જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; ગાથા
તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.' (૯) જે જે કારણો કર્મબંધનાં છે, તે તે કર્મબંધનો માર્ગ છે; અને તે તે | કારણોને છેદે એવી જ દશા છે તે મોક્ષનો માર્ગ છે, ભવનો અંત છે. (૯૯)
કર્મબંધનાં જે જે કારણો છે, તે તે કારણોના સેવનથી જીવને કર્મનો બંધ
થાય છે અને એ જ સંસારનું કારણ છે; અર્થાત્ કર્મબંધનાં કારણો તે બંધમાર્ગ છે. જેના કારણે સંસારપરિભ્રમણ થાય છે. આથી સ્પષ્ટ થાય છે કે તે બંધનાં કારણોને છેદે એવી જે આત્માની દશા તે મોક્ષમાર્ગ છે, એટલે કે તે સંસારનિવૃત્તિનો માર્ગ છે, ભવનો અંત લાવવાનો ઉપાય છે. ન્યાયનો સામાન્ય નિયમ એ છે કે જે કાર્યનું જે કારણ હોય તે કારણના સેવનથી તે કાર્ય થાય અને તેનાથી વિપરીત કારણના સેવનથી વિપરીત કાર્ય નીપજે. આ નિયમને અનુસરીને અહીં સમજાવ્યું છે કે બંધરૂપ કાર્યનાં જે જે કારણ હોય, તે તે કારણથી વિપરીત કારણને સેવવાથી મોક્ષરૂપ કાર્ય થાય; અર્થાત્ જે ભાવના કારણે બંધ થાય તે ભાવથી મોક્ષ ન થાય, પણ તેનાથી ૧- “જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ;
તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.” (“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૯૯) રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” ('શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૧૦૦) આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત.” (“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૧૦૧)
ભાવાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org