Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૩૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સુગમ છે. મનુષ્ય, દેવ, વિદ્યાધર, નાગકુમારદેવ આદિ તો જીવની વિભાવ અવસ્થા છે. આવી વિભાવ અવસ્થા માટે અનેક પ્રયત્ન કરવા પડે છે, પરંતુ સ્વભાવની પ્રાપ્તિ સ્વાધીન હોવાથી, આંતર લક્ષથી થતી હોવાથી તે સુગમ છે. તે માટે પરવસ્તુના અવલંબનની કે તેની પરાધીનતા સ્વીકારવાની જરૂર નથી. વૃત્તિને સર્વ પરમાંથી પાછી વાળી, શુદ્ધ આત્મસ્વરૂપમાં જોડવાથી, પરભાવમય અશુદ્ધ દશા દૂર થતાં સ્વભાવમય સંપૂર્ણ શુદ્ધ મોક્ષદશા પ્રાપ્ત થાય છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે કે –
‘કર્મભાવ અજ્ઞાન છે, અનાદિનો તે અસત્ય; જાણી ત્યજવો તેહ તે, આદરવો સત્ તત્ત્વ. મુક્તપણું આત્મા તણું, મોક્ષભાવ નિજવાસ; ધ્યાતાં કરતાં પરિણમે, નિજ પરિણતિ અભ્યાસ. જડ ચેતનના ભેદનું, જ્ઞાન રવિ પ્રગટાય; અંધકાર અજ્ઞાન સમ, તરત વિલય થઈ જાય. જેથી નિશ્ચય આત્મનો, નિજ સ્વભાવ અવિનાશ; કર્મભાવ અજ્ઞાન તમ, નાશે જ્ઞાનપ્રકાશ.”
૧- જુઓ : ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજીરચિત, ‘તત્ત્વજ્ઞાનતરંગિણી', અધ્યાય ૪, શ્લોક ૨
_ 'दुर्गमा भोगभूः स्वर्गभूमिर्विद्याधरावनिः ।
नागलोकधरा चातिसुगमा शुद्धचिद्धरा ।।' ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૮-૨૩૯ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ
શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૮૯-૩૯૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org