Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧
ગાથા-૯૮
૨૨૭ મદદગાર હોય છે. પરમાર્થમાર્ગમાં બીજાં અનેક મદદગાર સાધનો હોવા છતાં મુખ્ય સાધન એવા ભેદજ્ઞાન વિના મોક્ષપ્રાપ્તિ ન થાય. જે કોઈ સિદ્ધ થયા છે તે ખરેખર ભેદવિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે અને જે કોઈ સિદ્ધ થશે તે પણ ભેદવિજ્ઞાનથી જ સિદ્ધ થશે. તાત્પર્ય કે આજ સુધીમાં જે કોઈ મુક્તિરમણીને વર્યા છે તે સૌ ભેદજ્ઞાન વડે જ; અને જે કોઈ બંધાય છે, સંસારસમુદ્રમાં ડૂબે છે તે સર્વ ભેદજ્ઞાનના અભાવે જ.૧
આમ, ભેદજ્ઞાન મોક્ષનું અનન્ય કારણ છે. કોલસાની કાળાશ કાઢવા કોઈ સાબુ સમર્થ નથી. એને ધોળો બનાવવો હોય તો એક જ ઉપાય છે. એને અગ્નિમાં નાંખીએ તો એ રાખ બની ધોળો થઈ જાય છે. ચિત્તને રાગાદિ વિકારોની કાળાશથી મુક્ત કરવાનો એકમાત્ર ઉપાય છે - ચિત્તને ભેદજ્ઞાનરૂપી અગ્નિમાં હોમી દેવું. ભેદજ્ઞાન દ્વારા જીવ વિભાવપરિણમન વખતે જ પારદ્રવ્ય અને પરભાવથી ભિન્ન એવા સ્વભાવની પકડ કરી શકે છે. આત્માની સર્વ અવસ્થાઓમાં જ્ઞાનપરિણતિ વર્તતી જ હોય, પરંતુ તેને પકડવા માટે ઉપયોગ સૂક્ષ્મ કરવો પડે અને તો જ આત્મસ્વભાવનું ગ્રહણ થઈ આત્મરમણતા નીપજે. જેમ હાથીને જોવા માટે સ્થૂળ દષ્ટિ ચાલે, પણ કંથવાને જોવા માટે દષ્ટિને સૂક્ષ્મ કરવી પડે; તેમ વિભાવપરિણમન દરમ્યાનનો રાગ તો ધૂળ ઉપયોગથી પકડમાં આવી જાય, પરંતુ તે જ સમયે વર્તતી જ્ઞાનપરિણતિને પકડવા ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે. સદ્ગુરુના બોધ દ્વારા ભેદજ્ઞાનના નિરંતર અભ્યાસથી સ્વભાવની પકડ થાય છે. જ્ઞાનસ્વરૂપની પકડ કરવાથી જે જ્ઞાનસ્વરૂપી નથી એવા દેહાદિ સંયોગ તથા રાગાદિ વિકારોથી જ્ઞાન છૂટું પડી જાય છે અને શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે. કર્મકૃત અવસ્થામાં તાદાભ્યબુદ્ધિરૂપ અજ્ઞાનભાવ દૂર થાય છે અને જ્ઞાનાનંદસ્વરૂપી આત્મામાં નિવાસરૂપ મોક્ષભાવની પ્રાપ્તિ થાય છે. શ્રીમદે પ્રસ્તુત ગાથામાં આ અજ્ઞાનભાવને અંધકારની અને જ્ઞાનભાવને પ્રકાશની ઉપમા આપી છે.
અજ્ઞાન અંધકાર સમાન છે અને જ્ઞાન પ્રકાશ સમાન છે. અંધકાર દૂર કરવાનો ઉપાય કોઈ શસ્ત્ર કે લાકડી નથી. તે માટે તો દિવસ હોય તો બારીઓ ખોલો અને રાત્રિ હોય તો દીવો કરો; અર્થાત્ જેમ પ્રકાશ વડે જ અંધકાર દૂર થાય છે, તેમ જ્ઞાન વડે જ અજ્ઞાન દૂર થાય છે. અંધારા ઓરડામાં જઈને જોતાં બધી ચીજો એક જેવી લાગે છે, તેમાં કોઈ ફરક જણાતો નથી, પરંતુ પ્રકાશ થતાં સઘળી ચીજો જે પ્રકારે ૧- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘સમયસારકલશ', કલશ ૧૩૧
'भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन ।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ।। સરખાવો : પંડિત શ્રી દૌલતરામજીરચિત, ‘છ ઢાળા', ઢાળ ૪, કડી ૮
જે પૂરવ શિવ ગયે, જાહિં અરુ આગે જૈહૈં; સો સબ મહિમા જ્ઞાનતની, મુનિનાથ કહેં હૈ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org