Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૦૯
ગાથા-૯૭ જેવું કંઈ છે કે નહીં? આત્માર્થી શિષ્યની મોક્ષનો ઉપાય સમજવાની આવી હોંશ અને ધગશ જોઈને શ્રીગુરુ તેને આશીર્વાદ આપે છે કે પાંચ પદની જેમ મોક્ષના ઉપાયની પ્રતીતિ પણ તને સહજતાથી થશે.” શિષ્યની મોક્ષના ઉપાય વિષેની મૂંઝવણ દૂર કરવા તેઓ તેને ધીરજ બંધાવી કુનેહથી કામ લે છે. મોક્ષના અવિરોધ ઉપાયની સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ દેશના ગ્રહણ કરવા માટે તેને ઉત્સાહિત કરે છે. નિષ્કારણ કરુણાળુ શ્રીગુરુ પાસેથી આવું હૈયાધારણ પ્રાપ્ત થતાં શિષ્યની મનોદશા કેવી થાય તેની કલ્પના કરતાં શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે કે –
“જેમ કોઈ ગાઢ, વિકટ અને નિબિડ અરણ્યમાં ભૂલા પડેલા મનુષ્યને સદ્ભાગ્યે પુણ્યના ઉદયથી કોઈ માર્ગનો જાણનાર ભોમિયો મળી જતાં જે આનંદ થાય અથવા લાંબા કાળની દરિદ્રતાથી અત્યંત અત્યંત પીડિત એવા જનને પ્રારબ્ધયોગે કોઈ રત્નનિધિ હાથ લાગી જાય, કોઈ રત્નચિંતામણિની પ્રાપ્તિ થાય અને આનંદનો અનુભવ થાય, તેવો જ વચનાતીત આનંદ મોક્ષનો ઉપાય જાણવાને અતિ ઉત્સુક એવા જિજ્ઞાસુ શિષ્યને શ્રીગુરુનાં ઉપર્યુક્ત વચનામૃતથી થાય છે અને તેનું હૃદય આભારનાં અશ્રુથી છલકાઈ જાય છે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે -
પાંચે ઉત્તરની થઈ, શ્રદ્ધા પરિણતિ સત્ય; શંકા મળ દૂર જતાં, પ્રકાશશે નિજ તત્ત્વ. જો પાંચે સ્થાનક તણી, આત્મા વિષે પ્રતીત; થઈ હવે તો સરળતા, થયે નિઃશંક ખચીત. જે આત્માર્થે ઉદ્યમી, ચિત્ત નહિ જો વ્યગ્ર; થાશે મોક્ષોપાયની, શ્રદ્ધા પરિણતિ શીધ્ર. પ્રથમ અવંચક યોગ તો, ક્રિયા અવંચક રીત; ફળ શિવ ઉપાયથી મળે, સહજ પ્રતીત એ રીત.'
૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ. ૨૬૮ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૩૮ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૩૮૫-૩૮૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org