Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૮
૨૨૧ છે. આખરે શક્તિ ગુમાવી, ભાન ભૂલી, આ વિકલ્પવમળમાં તે ગોથાં ખાધા કરે છે. પણ જો આત્મા પોતાના સ્વરૂપમાં રહે તો તે પોતાના સ્વરૂપમાં આનંદ કરે છે.
આમ, કર્મકૃત અવસ્થામાં ઉપયોગનું જોડાણ તે કર્મભાવ છે, અજ્ઞાનભાવ છે, પરવાસ છે અને તેનો પ્રતિપક્ષ - આત્મામાં ઉપયોગનું જોડાણ તે મોક્ષભાવ છે, જ્ઞાનભાવ છે, નિજવાસ છે. ભેદજ્ઞાનના અભાવે પરદ્રવ્ય અને પરભાવમાં એકતા થવી તે બંધમાર્ગ છે અને ભેદજ્ઞાનના બળ વડે પરદ્રવ્ય અને પરભાવથી વ્યાવૃત્ત થવું તે મોક્ષમાર્ગ છે. “સમસ્ત પરદ્રવ્ય અને પરભાવથી હું ભિન્ન છું' એવું ઘોલન તે ભેદજ્ઞાન છે. દેહાદિ નોકર્મ, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ અને રાગાદિ ભાવકર્મરૂપ ઉપાધિનો જે જ્ઞાન વડે ભેદ કરાય છે તેને ભેદજ્ઞાન કહેવાય છે. ભેદજ્ઞાન અનાદિથી અપ્રાપ્ય એવા આત્મિક સુખની પ્રાપ્તિ કરાવનાર છે, તેથી આત્મકલ્યાણની ઈચ્છાવાળા જીવે ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો આવશ્યક છે.
જે જીવ આત્મકલ્યાણ કરવા તૈયાર થયો છે, તેણે ‘હું કાંઈ જાણતો નથી' એવો નિર્ણય કરીને પુરુષના ચરણે જવું જોઈએ અને તેમના અવલંબનથી આત્મસ્વરૂપની રુચિ વધારી, સ્વરૂપાનુસંધાન સાધી આત્મહિત કરવું જોઈએ. સગુરુના બોધ દ્વારા જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય થતાં સર્વ પરદ્રવ્યોથી સ્વદ્રવ્યની ભિન્નતા સમજાય છે અને પરદ્રવ્યો ઉપરનું લક્ષ છૂટી, સ્વદ્રવ્યના વિચારમાં આવવું થાય છે. સ્વદ્રવ્યનાં બે પાસાં છે. એક પાસામાં ત્રિકાળી અખંડ પરિપૂર્ણ ચૈતન્યસ્વભાવ છે અને બીજા પાસામાં વર્તમાન અવસ્થાના દોષ છે, વિકાર છે. વિકારી પર્યાય ઉપરનું લક્ષ છોડી ત્રિકાળી ચૈતન્યસ્વરૂપ ઉપર દૃષ્ટિ કરતાં સમ્યગ્દર્શન પ્રગટે છે. જેમ હીરાની ‘રફ' (કાચો હીરો) ઘાટઘૂટ વગરની હોવાથી સુંદર કે મૂલ્યવાન દેખાતી નથી, છતાં ઝવેરી તો તે ‘રફ’ જોઈને તેમાંથી બનનાર હીરાને ઓળખીને તેનું મૂલ્ય પારખે છે, ખરીદે છે; તેને વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર કરે છે અને તેથી તેને હીરાનું તેજ, સૌંદર્ય તથા મૂલ્ય પ્રાપ્ત થાય છે; તેમ જે જીવ વિભાવપરિણતિ વખતે દ્રવ્યદૃષ્ટિ કરી, આત્માના શુદ્ધ જ્ઞાયકસ્વભાવને પકડી લઈ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યને પારખે છે, તેનો વિશ્વાસ તથા મહિમા લાવી તેમાં એકાગ્ર થાય છે, તેને અવશ્ય શુદ્ધ જ્ઞાનસ્વભાવની પ્રાપ્તિ થાય છે. તેથી સત્પરુષના અવલંબને સંયોગો અને વિકારોની વચ્ચે પણ શુદ્ધ સ્વભાવનો નિર્ણય અને નિશ્ચય કરી, ઉપયોગને પરપદાર્થોમાંથી ખેંચીને આત્મસન્મુખ કરી, નિજસ્વરૂપના નિદિધ્યાસનમાં રહેવાનો પુરુષાર્થ સતત કરવાનો છે. સત્પરુષના સમાગમમાં નિરંતર
સ્વરૂપસ્મૃતિ, ભેદવિજ્ઞાનની જાગૃતિ વધારતાં જવાનું છે. આ જાગૃતિનું સાતત્ય નીપજતાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ સહજપણે થાય છે. યથાર્થ લક્ષ્ય થતાં લક્ષ્યવાન લક્ષિત થાય છે. યથાર્થ મહિમા આવતાં મહિમાવાન અનુભવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org