Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૧૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
પારિણામિક ભાવનું સ્વરૂપ જાણવાથી એમ સમજાય છે કે જીવ અનાદિ-અનંત, શુદ્ધ, ચૈતન્યસ્વભાવી છે. ઔદયિક ભાવનું સ્વરૂપ જાણવાથી એમ સમજાય છે કે અનાદિ-અનંત, શુદ્ધ, ચૈતન્યસ્વભાવ હોવા છતાં પણ જીવની અવસ્થામાં વિકાર છે. જડ કર્મની સાથે એને અનાદિ કાળથી સંબંધ છે. કર્મના કારણે વિકાર થતો નથી, પરંતુ જીવ સ્વયં પોતાના જ્ઞાતાસ્વભાવને છોડીને કર્મને વશ થાય છે, તેથી તેની અવસ્થામાં વિકાર ઉત્પન્ન થાય છે. જીવ પોતાનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જ્યારે ત્રિકાળી પારિણામિક ભાવનો આશ્રય કરે છે ત્યારે ઔદયિક ભાવ દૂર થવાનો પ્રારંભ થાય છે એમ ઔપથમિક ભાવ સિદ્ધ કરે છે. અવિરત પુરુષાર્થ વડે પારિણામિક ભાવનો આશ્રય અતિશય બળવાન થતાં વિકારનો સંપૂર્ણ નાશ થાય છે એમ ક્ષાયિક ભાવ સિદ્ધ કરે છે. ક્ષાયોપથમિક ભાવથી એમ જણાય છે કે જીવ અનાદિ કાળથી વિકાર કરતો હોવા છતાં પણ જડ થઈ જતો નથી. એનાં જ્ઞાન, દર્શન, વીર્યનો આંશિક ઉઘાડ તો હંમેશાં રહે છે અને સાચી સમજણ મળ્યા પછી તે જેમ જેમ સત્ય પુરુષાર્થ વધારતો જાય છે, તેમ તેમ તેનો ક્ષયોપશમ વધતો જાય છે.
ઔદયિક ભાવ વિકાર છે, તેથી સાધક માટે તે હેય છે, આશ્રય કરવા યોગ્ય નથી. ઔપશમિક ભાવ તથા સાધકદશાનો ક્ષાયોપથમિક ભાવ સાદિ-સાત છે અને તે એક સમયની પર્યાય છે, ક્ષાયિક ભાવ સાદિ-અનંત છે અને પર્યાયરૂપ છે, તેથી તે ભાવો ઉપર લક્ષ કરવામાં આવે તો ત્યાં એકાગ્રતા થઈ શકતી ન હોવાથી તે આશ્રય કરવા યોગ્ય નથી. ભાવો પ્રગટ કરવાની અપેક્ષાએ તે ઉપાદેય છે, પરંતુ આશ્રય કરવા યોગ્ય નથી. પરિણામિક ભાવ કે જે અનાદિ-અનંત છે, તે એક જ આશ્રય કરવા યોગ્ય છે. આશ્રય કરવાની અપેક્ષાએ તે પરમ ઉપાદેય છે. સારાંશ એ છે કે જેણે ધર્મ કરવો હોય તેણે ઔદયિકાદિ ચારે ભાવો ઉપરથી દૃષ્ટિ ઉઠાવી લઈને માત્ર પરમ પારિણામિક ભાવરૂપ ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનો આશ્રય લેવો ઘટે છે, કેમ કે તેના આશ્રય વડે જ ધર્મની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે. જે જીવ પોતાની વર્તમાન પર્યાયને પોતાના ત્રિકાળી પરિણામિક ભાવ તરફ વાળે છે, તે જીવની સ્વરૂપના વિસ્મરણથી થયેલી કર્મયુક્ત સમળદશા ટળતી જાય છે અને ક્રમશઃ જીવ સંપૂર્ણપણે વિમળ દશારૂપ પરિણમે છે, અર્થાત્ તે સહજ સ્વરૂપે સ્થિતિ થવારૂપ મોક્ષને પ્રગટાવે છે. શ્રીમદ્ લખે છે કે –
૧. સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મોક્ષ' કહે છે.
૨. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થયું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે.
૩. સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org