Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૯૪
૧૭૧
ત્યાગથી આરંભ થાય છે. તેના સંરક્ષણ આદિ વિકલ્પથી રૌદ્રધ્યાન થાય છે, તેથી તે મોક્ષમાં બાધક નીવડે છે. આનો ઉત્તર આપતાં શ્વેતાંબરો કહે છે કે –
જો એમ કહેશો કે ધર્મોપકરણથી પરદ્રવ્યમાં રતિ થતી હોવાથી આત્મામાં રતિ થતી નથી', તો પછી શરીર પણ પરદ્રવ્ય હોવાથી તેમાં અવશ્ય રતિ થવી જ જોઈએ.
જો એમ કહેશો કે વસ્ત્રાદિના ગ્રહણ-ત્યાગથી આરંભ થાય છે, તો શરીરના હાથ-પગ આદિની ક્રિયા કરવાથી પણ આરંભ થાય છે. જો હાથ, પગ આદિની ક્રિયા જયણાથી થઈ શકે છે તો ઉપકરણને લેવા-મૂકવાની ક્રિયા પણ જયણાથી થઈ શકે છે.
જો વસ્ત્રાદિ ઉપાધિના સંરક્ષણભાવરૂપ રૌદ્રધ્યાન થઈ શકે તો શરીરના કારણે પણ તે સંભવે છે, કેમ કે સર્પ, ચોર, કંટક આદિથી શરીરની રક્ષા કરવાનાં પરિણામ ઘણાને વિષે જોવામાં આવે છે, એને તો તમે રૌદ્રધ્યાન કહેતા નથી. જો એમ કહેશો કે સાધુને શરીર ઉપર રાગ હોતો નથી, છતાં સર્પાદિથી પોતાની રક્ષા માત્ર ધર્મસાધનને માટે કરે છે, તેથી તેમનાં પરિણામ અશુભ હોતાં નથી; તેવી જ રીતે શરીરની જેમ ધર્મોપકરણ ઉપર સાધુને રાગ હોતો નથી, તેમ છતાં તેઓ ધર્મસાધનને અર્થે તેની રક્ષા કરે છે. આમ, શરીરના જેવાં જ વસ્ત્રાદિ ઠરે છે, તેથી તેની ઉત્થાપના કરવી યોગ્ય નથી.' (૪) દિગંબરમતની માન્યતા મુજબ મુનિને વસ્ત્રગ્રહણ કરવા યોગ્ય નથી, કારણ કે તે અનાચાર છે. મુનિએ સર્વ પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. વસ્ત્રાદિ પરિગ્રહનું ગ્રહણ કરવું તે ઉત્સર્ગ માર્ગ કે અપવાદ માર્ગ નથી પણ અનાચાર છે, તેથી મુનિ તેમ આચરી શકે નહીં. આનો ઉત્તર આપતાં શ્વેતાંબરો કહે છે કે –
ઉપકરણો સાધનામાં સહાયકારી હોવાથી તે પરિગ્રહ કહેવાય નહીં. જેમ સુધાની વેદનાને મટાડવા અર્થે, વૈયાવચ્ચ કરવાને અર્થે, સંયમ પાળવાને અર્થે, પ્રાણ ધારવાને અર્થે તથા સ્વાધ્યાય પ્રમુખ ધર્મકાર્યને અર્થે સાધુ આહાર કરે છે; પણ બળ વધારવા તથા રૂપાદિના અર્થે તેઓ આહાર કરતા નથી. શિયાળાની ઋતુમાં ઠંડી સહન ન થવાથી અગ્નિના તાપ વગેરેની ઇચ્છા થાય અને તેથી આર્તધ્યાન ઉત્પન્ન થાય છે. તે મટાડવા અર્થે તેઓ વસ્ત્ર ધારણ કરે છે. જો વસ્ત્ર ગ્રહણ ન કરે તો ઉપર્યુક્ત પરિસ્થિતિ વખતે સંયમનો નિર્વાહ થઈ શકે નહીં. આહાર કરવામાં આજ્ઞાનું અતિક્રમણ ન માનવું અને વસ્ત્ર ગ્રહણ કરવામાં આજ્ઞાનું અતિક્રમણ માનવું તે યુક્તિયુક્ત નથી. ઉત્સર્ગ અને અપવાદ એ બન્ને માર્ગમાં સાપેક્ષતાએ ભોજન કરવું એ જો અયોગ્ય કહેવાય નહીં, તો પછી સાપેક્ષતાથી વસ્ત્રાદિ ગ્રહણ કરવાં એ પણ કેવી રીતે અયોગ્ય ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘શ્રી અધ્યાત્મ મત-પરીક્ષા', શ્લોક ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org