Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૭)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
નથી એવા મૃગાદિનો મોક્ષ થવો જોઈએ, કારણ કે તમે વસ્ત્રરહિતતાને મોક્ષનું નિશ્ચિત કારણ માન્યું છે. પરંતુ સર્વ નગ્ન જીવોનો મોક્ષ તો તમને પણ માન્ય નથી, માટે વસ્ત્રરહિતતા એ મોક્ષનું નિશ્ચિત કારણ સિદ્ધ થતું નથી.'
જો માત્ર વસ્ત્રની વિદ્યમાનતા જ કેવળજ્ઞાનની ઉત્પત્તિને બાધ કરનાર હોય તો તો વસ્ત્રને કેવળજ્ઞાનને આવરણ કરનાર જ્ઞાનાવરણીય કર્મ જેવું ગણવું જોઈએ. આ પ્રમાણે વસ્ત્રાવરણ સિદ્ધ થાય તો કોઈ પુરુષ કેવળીના મસ્તક ઉપર વસ્ત્ર મૂકે તો તેથી કરીને પણ તેમનું કેવળજ્ઞાન નાશ પામવું જોઈએ, કારણ કે તેઓ ફરીને વસ્ત્રાવરણથી આવૃત થાય છે.*
માત્ર રાગ કે દ્વેષ વિના બીજું કાંઈ પણ મોક્ષને પ્રતિકૂળ નથી. આ વાત જો અંગીકાર નહીં કરો તો લોકમાં સર્વત્ર ધર્માસ્તિકાયાદિ પરદ્રવ્યો ભર્યા છે તે બધાં દ્રવ્યો પ્રતિકૂળ કહેવાશે. રાગ-દ્વેષ જ મોક્ષને પ્રતિકૂળ છે, એ વિના બીજું કોઈ પણ પરદ્રવ્ય પ્રતિકૂળ નથી.' (૨) દિગંબરમતની માન્યતા મુજબ વસ્ત્રગ્રહણ ઇચ્છા વિના થાય નહીં, તેથી જ્યાં સુધી શરીર ઉપર વસ્ત્ર છે ત્યાં સુધી ઇચ્છાનો સદ્ભાવ છે અને ઇચ્છા મોક્ષમાં બાધક છે. વસ્ત્રાદિ બાહ્ય પરિગ્રહ અંતરંગ રાગાદિ પરિગ્રહને સિદ્ધ કરે છે, તેથી જ્યાં સુધી જીવ વસ્ત્રાદિ પરિગ્રહથી રહિત થાય નહીં ત્યાં સુધી મોક્ષ થાય નહીં. આનો ઉત્તર આપતાં શ્વેતાંબરો કહે છે કે –
જો વસ્ત્રાદિને ગ્રહણ કરવાની ઇચ્છા જ મોક્ષપ્રાપ્તિને બાધ કરનારી હોય તો હસ્ત, પાદ વગેરેની જેમ, ઇચ્છા વિના જ ગ્રહણ કરેલા વસ્ત્રાદિનું ગ્રહણ શરીરાદિને વિષે માત્ર આધારરૂપે રહેતું હોવાથી મુનિને કોઈ પણ બાધ થતો નથી.’
જો એમ કહેશો કે પરિગૃહીત પારદ્રવ્ય મોક્ષનું વિરોધી છે અને અપરિગૃહીત પરદ્રવ્ય મોક્ષનું વિરોધી નથી, તો શરીરરૂપ દ્રવ્ય પરિગૃહીત છતાં કેવળજ્ઞાન કેમ ઉત્પન્ન થાય છે? જો એમ કહેશો કે શરીર ધર્મનું કારણ છે, તેથી મોક્ષનો વિરોધ નથી, તો પછી વસ્ત્રાદિ પણ ધર્મનાં સાધન હોવાથી - ચારિત્રધર્મના રક્ષણાર્થે હોવાથી મોક્ષનાં વિરોધી નથી. (૩) દિગંબરમતની માન્યતા મુજબ વસ્ત્રાદિ રાખવાથી મૂચ્છ થાય છે. તેનાં ગ્રહણ તથા ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૧૮૪ ૨- જુઓ : એજન, શ્લોક ૧૮૬, ૧૮૭ ૩- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘શ્રી અધ્યાત્મ મત-પરીક્ષા', શ્લોક ૪ ૪- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, “અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૧૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org