________________
ગાથા-૯૫
૧૮૩
પ્રાપ્ત થયેલી શાસ્ત્રની જાણકારીને જ્ઞાન માની લેવામાં આવે છે. શાસ્ત્રની જાણકારી તો માત્ર ઉધાર લીધેલા શબ્દો છે. શાસ્ત્રો સત્ય તરફ માત્ર ઇશારો કરે છે. શાસ્ત્રો જાણ્યા એટલે સત્ય જાણ્યું એમ ન કહેવાય. તે તો કેવળ શબ્દો છે. શાસ્ત્રનો ઇશારો પકડી લઈ પોતામાં રહેલું સત્ય જાણે તો જ તે શબ્દો સાર્થક છે. સત્યને જાણવાને બદલે જ્યારે શાસ્ત્રાભ્યાસના જ પ્રયત્નો કરી સંતોષ માની લેવામાં આવે છે, ત્યારે બધી બાજી અવળી મંડાય છે. જો સત્યને જાણવાની ઇચ્છા હોય તો માત્ર શબ્દોથી જ સંતોષ ન મનાવો જોઈએ. ‘પાણી' બોલવામાત્રથી કે વાંચવામાત્રથી તરસ મટે એવું કદી જોવા મળતું નથી. જો એમ તરસ મટી જાય તો તે સાચી તરસ હોય જ નહીં! આત્માની વાતોથી આત્મજ્ઞાનની પિપાસા વધવી જોઈએ, કૂરણા વધવી જોઈએ. શાસ્ત્રમાંથી આત્મજ્ઞાન મળતું નથી, આત્મજ્ઞાન તરફ પ્રયાણ કરવાનો ઇશારો અને પ્રેરણા મળે છે. તેથી શબ્દોમાં અટકી ન રહેતાં તે દ્વારા સત્યમાં પદાર્પણ થવું જોઈએ. શાસ્ત્રાભ્યાસથી તૃપ્ત ન થતાં તેના વડે આત્મપ્રાપ્તિની તૃષા જાગવી જોઈએ. પરંતુ જીવની પિપાસા શાસ્ત્ર વાંચવા-સાંભળવાથી છિપાઈ જાય છે. જડ શબ્દોની ચાતુર્યપૂર્ણ અભિવ્યક્તિને જ તે જ્ઞાનની આરાધના માની લે છે.
જીવ સિદ્ધાંતો ગોખી લે છે, આત્મા વિષે વાંચી લે છે અને પછી વિશિષ્ટ જાણકારની અદાથી, અધિકારપૂર્ણ રીતે તેની વાત પણ કરે છે. સિદ્ધાંત આદિ યાદ રહી જાય એટલે તે પોતાની જાતને કંઈક સમજવા લાગે છે અને ભૂલી જાય છે કે વાસ્તવમાં તે આત્મા વિષે કાંઈ જ જાણતો નથી. તેણે તો ઉધાર મેળવેલા જ્ઞાનને પોતાનું જ્ઞાન માની લીધું છે. તેની આંખો હજી બંધ છે અને તે જે સત્યની ચર્ચા કરે છે તે તેની પોતાની આંખે નહીં, પણ કોઈ બીજાની આંખે જોવાયેલું સત્ય છે. બીજાએ જોયેલું એ સત્ય બીજાએ કરેલા ભોજન જેવું જ છે, જે અન્યને કદી પણ તૃપ્ત કરી શકે નહીં. સત્યની અનુભૂતિ અત્યંત વ્યક્તિગત અને સ્વસીમિત અનુભૂતિ છે. તેને ચોરીથી પ્રાપ્ત કરવાનો કે દાનમાં મેળવવાનો કોઈ માર્ગ છે જ નહીં. તે સંપત્તિ નથી, સ્વત્વ છે, તેથી તે બીજાને આપી પણ નથી શકાતું. સત્યને પ્રાપ્ત કરવાની માત્ર વિધિ દર્શાવી શકાય છે. પરંતુ જીવ આ તથ્યને ભૂલી, પોતે સત્યને જાણે છે એમ માની તેની ચર્ચા કરતો રહે છે. વળી, તેમાં કોઈ તેની પ્રશંસા કરે કે તેની સાથે સહમત થાય તો પોતાની ‘વાહ! વાહ!' સાંભળીને તેને દઢ વિશ્વાસ થઈ જાય છે કે “હું સત્ય વિષે ઘણું જાણું છું, હું જ્ઞાની છું.'
શાસ્ત્રની બાહ્ય જાણકારીથી આવું મિથ્યાભિમાન પ્રગટે છે, જે ઘણું ઘાતક નીવડે છે. કાર્ય જાણે પૂરું થઈ ગયું હોય એવી ભ્રાંતિજન્ય તૃપ્તિ તે અનુભવે છે. જેને સાચું જ્ઞાન ઉપલબ્ધ કરવું છે, સમ્યજ્ઞાની થવું છે, તે તો ખંતીલો અને વૈર્યવંત બની સ્વયંની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org